IND v SA T20 Match Report: ગાયકવાડ અન ઈશાન કિશનની અડધી સદી, ભારતે સીરિઝમાં પહેલી જીત મેળવી

|

Jun 14, 2022 | 10:53 PM

IND vs SA: ભારતે શાનદાર પ્રદર્શન કરતા 48 રને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સીરિઝ જીવંત રાખી હતી. જોકે સાઉથ આફ્રિકા પાંચ મેચની ટી20 સીરિઝમાં અત્યારે 2-1 થી આગળ છે.

IND v SA T20 Match Report: ગાયકવાડ અન ઈશાન કિશનની અડધી સદી, ભારતે સીરિઝમાં પહેલી જીત મેળવી
Team India (PC: BCCI)

Follow us on

રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને ઈશાન કિશન (Ishan Kishan)ની શાનદાર ઈનિંગ્સના કારણે ભારત (Team India) એ ત્રીજી T20 મેચમાં સાઉથ આફ્રિકા (South Africa)ને હરાવી શ્રેણીમાં પોતાની આશાઓ બચાવી લીધી છે. ભારતે ત્રીજી મેચ 48 રને જીતીને 5 મેચની શ્રેણી 2-1થી જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે મહેમાન ટીમને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 131 રન જ બનાવી શકી હતી. આટલું જ નહીં ઋષભ પંત આ વર્ષે રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતને પ્રથમ જીત અપાવનાર કેપ્ટન બની ગયો છે. ભારતે આ વર્ષે કુલ 19 મેચ રમી છે. જેમાં ભારતે રોહિતની કપ્તાનીમાં તમામ 11 મેચ જીતી હતી. તેની ગેરહાજરીમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ ભારતને જીત અપાવી શક્યા નથી.

ગાયકવાડ અને ઈશાન કિશન વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવાનું પસંદ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. ગાયકવાડ અને ઈશાન કિશને 97 રનની શાનદાર ભાગીદારી નોંધાવીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. ગાકાયવાડે તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 57 રન અને ઈશાને 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને સુકાની ઋષભ પંત ત્રીજી મેચમાં ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. શ્રેયસ અય્યરે 14 રન અને રિષભ પંતે 6 રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડી પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય દાવ એક તબક્કે ખોરવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ એક છેડો સંભાળી લીધો અને 31 રનની અણનમ ઈનિંગ રમી. લાંબી પ્રતિક્ષા બાદ ટીમમાં વાપસી કરનાર દિનેશ કાર્તિક આ મેચમાં માત્ર 6 રન બનાવી શક્યો હતો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખાસ રહી ન હતી. ભારતીય બોલરોએ પણ છેલ્લી બે મેચની પોતાની ભૂલ સુધારી લીધી અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ક્રિઝ પર સ્થિર થવાની કોઈ તક આપી ન હતી. યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી હતી. ચહલે 18 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે પટેલે 25 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ ત્રીજી T20 મેચમાં મુલાકાતી ટીમને બરાબરી કરી હતી. માત્ર હેનરિક ક્લાસેન થોડા સમય માટે ભારતીય હુમલાનો સામનો કરી શક્યો. દક્ષિણ આફ્રિકા તરફથી ક્લાસને સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. તો સાઉથ આફ્રિકાના સુકાની 8 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. રીઝા હેન્ડ્રિક્સે 23 અને પ્રિટોરિયસે 20 રન બનાવ્યા હતા.

Next Article