IND vs SA: ભારત સામે બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, ભારતીય ટીમે ટેસ્ટ બાદ વન ડે સિરીઝ ગુમાવી

|

Jan 22, 2022 | 7:57 AM

ભારતીય ટીમ (Team India) ટેસ્ટ સિરીઝ બાદ વન ડે સિરીઝને પણ ગુમાવી ચુક્યુ છે, ભારતીય ટીમ બીજી વન ડેમાં એક પણ સમયે બાજી પોતાના હાથમાં લેવામાં સફળ થઇ શક્યુ નહોતી.

IND vs SA: ભારત સામે બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, ભારતીય ટીમે ટેસ્ટ બાદ વન ડે સિરીઝ ગુમાવી
IND vs SA ભારતે બીજી વન ડેમાં હાર સાથે હવે ટેસ્ટ બાદ વન ડે સિરઝ પણ ગુમાવી દીધી છે

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ઘણો નિરાશાજનક સાબિત થયો છે. ટેસ્ટ સીરીઝમાં હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) વનડે સીરીઝ પણ હારી ગઈ છે. શુક્રવાર, 21 જૂને પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાયેલી બીજી ODI માં, યજમાન દક્ષિણ આફ્રિકાએ ભારતને 6 વિકેટથી હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. 19 જાન્યુઆરીએ પાર્લમાં જ રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 31 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે બંને ઓપનર યાનામન મલાન (Janneman Malan) અને ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ્સ રમી હતી.

બીજી મેચમાં ટીમ ઈન્ડિયા પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ ફરી એકવાર ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગના મોરચે તાકાત બતાવી શકી નથી. દક્ષિણ આફ્રિકાએ ભારત તરફથી મળેલા 288 રનના લક્ષ્યાંકને 49મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઋષભ પંત અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી 287 રન બનાવ્યા. લક્ષ્ય બહુ મોટું નહોતું અને ભારતને શરૂઆતથી જ સફળતાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી વાર્તાનું પુનરાવર્તન થયું અને ટીમ ઈન્ડિયાના બોલરો શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. ક્વિન્ટન ડી કોક અને મલાનની ઓપનિંગ જોડીએ આક્રમક બેટિંગ કરતાં સદીની ભાગીદારી નોંધાવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડીકોક-મલાનની શ્રેષ્ઠ ઇનિંગ્સ

જસપ્રીત બુમરાહે ભારતીય ટીમ માટે આર્થિક શરૂઆત કરી હતી, પરંતુ ભુવનેશ્વર કુમાર સામે ડેકોક અને માલને જોરદાર રીતે રન લુંટી લીધા હતા. આ દરમિયાન બંને બેટ્સમેનોએ પોતપોતાની અડધી સદી પૂરી કરી અને માત્ર 16 ઓવરમાં ટીમને 100 રનથી આગળ લઈ ગઈ. ભારતે પ્રથમ સફળતા માટે 22મી ઓવરની રાહ જોવી પડી હતી. શાર્દુલ ઠાકુરે ડી કોક (78 રન, 66 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) ને LBW આઉટ કર્યો. ડી કોક અને માલાન વચ્ચે 132 રનની ભાગીદારી થઈ અને તેણે જીતનો પાયો તૈયાર કર્યો.

યાનમાન મલાન સદી ચૂકી ગયો

આ સફળતા બાદ ભારતને બીજી સફળતા માટે ફરીથી લાંબી રાહ જોવી પડી. પ્રથમ ODIમાં સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ બીજી વિકેટ માટે મલાન સાથે 80 રનની ભાગીદારી કરી હતી. માલન તેની ચોથી અડધી સદી ચૂકી ગયો. તે 91 રન (108 બોલ, 8 ફોર, 1 સિક્સ) ના સ્કોર પર જસપ્રિત બુમરાહ દ્વારા બોલ્ડ થયો હતો.

જોકે, ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 212 રન બનાવી લીધા હતા અને જીત નક્કી થઈ ગઈ હતી. માલાન બાદ બાવુમા (35) પોતાના જ બોલ પર યુઝવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, આ પછી રાસી વાન ડેર ડુસેન અને એડન માર્કરમે વધુ વિકેટ પડવા ન દીધી અને 74 રનની શાનદાર ભાગીદારી કરીને મેચને અંત સુધી લઈ ગઈ.

 

આ પણ વાંચોઃ David Warner: હવે ડેવિડ વોર્નર ‘પુષ્પા’ નો દિવાનો ! અલ્લૂ અર્જૂન સ્ટાઇલમાં સુપરહિટ ગીત પર ડાંન્સ મૂવ કર્યો Video

આ પણ વાંચોઃ BPL: ગજબ, બોલો આવો રન આઉટ નહી જોયો હોય ! ફિલ્ડરે થ્રો કરતા બંને છેડે સ્ટંમ્પ હિટ કર્યા, આંદ્રે રસેલની મળી જબરદસ્ત વિકેટ Video

 

Published On - 10:13 pm, Fri, 21 January 22

Next Article