IND vs SA: રોહિત શર્માનુ કેપ્ટન બન્યા બાદ પ્રથમ વાર ઇન્ટરવ્યુ, ટીમ માટેનો બતાવ્યો પ્લાન, વિવાદો પર ઇશારામાં આપ્યો જવાબ

|

Dec 12, 2021 | 7:40 PM

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) ને ટીમ ઈન્ડિયાનો ODI કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે, જે અત્યાર સુધી વિરાટ કોહલી (Virat Kohli) હતો અને આને લઈને ઘણો વિવાદ થયો છે.

IND vs SA: રોહિત શર્માનુ કેપ્ટન બન્યા બાદ પ્રથમ વાર ઇન્ટરવ્યુ, ટીમ માટેનો બતાવ્યો પ્લાન, વિવાદો પર ઇશારામાં આપ્યો જવાબ
Rohit Sharma

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ODI અને T20 નેતૃત્વમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma) મર્યાદિત ઓવરમાં ટીમનો નવો કેપ્ટન બન્યો છે. રોહિતના નેતૃત્વમાં હવે ભારતીય ટીમ (Team India) આવતા મહિને સાઉથ આફ્રિકા (South Africa) માં 3 મેચની વનડે સિરીઝ રમશે. કોહલીને વનડેની કપ્તાની આપીને રોહિતને સોંપવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને હોબાળો થઈ રહ્યો છે.

વિવાદો વચ્ચે, નવા કેપ્ટન રોહિતે પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો છે અને જણાવ્યું છે કે તેનું લક્ષ્ય શું છે અને તે કોચ રાહુલ દ્રવિડ સાથે આ લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરશે. તે જ સમયે, કેપ્ટનશિપને લઈને ચાલી રહેલા તોફાન વચ્ચે, રોહિતે ઈશારામાં કહ્યું છે કે લોકો સારું અને ખરાબ કહેશે, પરંતુ તેના માટે આ બધાનો કોઈ અર્થ નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રોહિત શર્માને 8 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના ODI અને T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કેપ્ટન બન્યા બાદ BCCI ને આપેલા પહેલા ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ પોતાના પડકારો અને લક્ષ્યો વિશે વાત કરી હતી.

કેપ્ટનશિપના વિવાદ અંગે રોહિતે ઈશારામાં કહ્યું, જ્યારે તમે ભારત માટે ક્રિકેટ રમો છો, ત્યારે હંમેશા તમારા પર ઘણું દબાણ હોય છે. જ્યારે તમે રમો છો, ત્યારે લોકો હંમેશા કંઈક અથવા બીજું કહેશે. કોઈ સકારાત્મક વાત કહેશે તો કોઈ નકારાત્મક વાતો કહેશે. પરંતુ મારા માટે એક કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ક્રિકેટર તરીકે એ મહત્વનું છે કે હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું, લોકો શું કહે છે તેના પર નહીં. તમે તેને નિયંત્રિત કરી શકતા નથી.

બહાર થનારી વાતો નો કોઇ મતલબ નથી

છેલ્લા દોઢ દાયકાથી ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહેલા રોહિતે કહ્યું કે તમામ ખેલાડીઓ આ વાતથી વાકેફ છે. રોહિતે કહ્યું, ટીમનો દરેક ખેલાડી સમજે છે કે જ્યારે આપણે હાઈ પ્રોફાઈલ ટૂર્નામેન્ટ રમીએ છીએ ત્યારે વાતો થાય. અમારા માટે અમારા કામને સમજવું મહત્વપૂર્ણ છે અને તે છે ટીમ માટે મેચ જીતવી. તમે જે રમત માટે જાણીતા છો તે પ્રકારની રમત રમો. બહાર ગમે તે થાય, તેનાથી કોઈ ફરક પડતો નથી.

ખેલાડીઓ વચ્ચે મજબૂત સંબંધ

ભારતીય કેપ્ટને કહ્યું કે ટીમના ખેલાડીઓ એકબીજા વિશે શું વિચારે છે તે વધુ મહત્વનું છે કારણ કે તેનાથી જ ટીમમાં સારા સંબંધ બનશે અને કોચ દ્રવિડ આમાં મદદ કરશે. રોહિતે કહ્યું, અમારા માટે એ મહત્વનું છે કે આપણે એકબીજા વિશે શું વિચારીએ છીએ. હું X, Y, Z વિશે શું વિચારું છું તે મહત્વનું છે. અમે ખેલાડીઓ વચ્ચે મજબૂત બંધન બનાવવા માંગીએ છીએ અને આ રીતે અમે તે સંબંધ બનાવી શકીશું. રાહુલ ભાઈ પણ આમાં અમને મદદ કરશે.

કોહલીને હટાવવા પર વિવાદ

કોહલીએ T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ કહ્યું હતું કે તે ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. જો કે, 8 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી સાથે, BCCIએ કોહલી પાસેથી ODI કેપ્ટનશીપ પણ છીનવી લીધી અને રોહિતને કેપ્ટન બનાવ્યો. ત્યારથી કોહલીના પ્રશંસકોનો BCCI પર ગુસ્સો ચાલુ છે. તેમજ જે રીતે પ્રેસ રીલીઝમાં કોહલીને હટાવવાનું કારણ આપવામાં આવ્યું નથી તે અંગે પણ અનેક ક્રિકેટ નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Vijay Hazare 2021: હેત પટેલ અને સૌરવ ચૌહાણે શાનદાર તોફાની શતક ફટકારી મચાવી ધમાલ, વિદર્ભ સામે ગુજરાતનો 46 રને વિજય

આ પણ વાંચોઃ Sabarkantha: ઇડરમાં દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય યુવકની ધરપકડ, બે સપ્તાહથી પોલીસે શોધખોળ હાથ ધરી હતી

Published On - 7:36 pm, Sun, 12 December 21

Next Article