IND vs SA: રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને લઈ ટીમ ઈન્ડિયા માટે નિરાશાજનક સમાચાર, Playing 11 માં આ ખેલાડી સામેલ થશે!

|

Jun 17, 2022 | 9:54 AM

દક્ષિણ આફ્રિકન ટીમ (South Africa Cricket Team) નો આ જબરદસ્ત ખેલાડી તેની કાંડાની ઈજાથી સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરી રહ્યો હોવાના અહેવાલ છે. તે રાજકોટમાં ભારતીય ટીમ સામે મેદાને ઉતરીને પોતાની ટીમને સિરીઝમાં એક મેચ પહેલા જ વિજેતા બનાવવા પ્રયાસ કરશે.

IND vs SA: રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને લઈ ટીમ ઈન્ડિયા માટે નિરાશાજનક સમાચાર, Playing 11 માં આ ખેલાડી સામેલ થશે!
South Africa

Follow us on

રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમોએ દમ દેખાડવો જરુરી છે. ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શ્રેણીને હાથમાંથી સરળતાથી સરકતી બચાવવી જરુરી છે. તો દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) નિર્ણાયક મેચમાં પહોંચવાને બદલે વહેલાથી જ ટ્રોફી પર પોતાનુ નામ લખી દેવા માટે પ્રયાસ કરશે. જોકે ભારતીય ટીમને અંતિમ મેચમાં કરેલા પ્રદર્શન મુજબ હવે રંગમાં આવી ચુકી છે. વિઝાગ બાદ હવે રાજકોટમાં ધમાલ મચાવીને શ્રેણીને બચાવી રાખવા પ્રયાસ કરશે, પરંતુ આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની છાવણીમાંથી એક સમાચાર આવી રહ્યા છે, જે ભારતીય ટીમ અને ચાહકો માટે થોડા નિરાશાજનક છે. તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાને પોતાના ખેલાડીથી મળી રહેલી ખુશખબરથી જોશ છલકાઈ ઉઠ્યો હશે એ સ્વાભાવિક છે. વાત એમ છે કે, ક્વિન્ટન ડીકોક (Quinton De Kock) અંતિમ ઈલેવનમાં સામેલ થઈ શકે છે, એટલે કે શુક્રવારે સાંજે રાજકોટમાં તે મેદાનમાં રમતો જોવા મળી શકે છે. તે હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે અને એટલે જ મહત્વની મેચ પહેલા ચિંતાનો વિષય બન્યો છે.

મહત્વની મેચ પહેલા જ સમાચાર આવી રહ્યા છે કે, ક્વિન્ટન ડીકોક સ્વસ્થ થઈ ચુક્યો છે. તે શુક્રવારે રમાનારી મેચમાં રમી શકે છે. આમ તે શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોય ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. કારણ કે તેને રોકવો મુશ્કેલ છે. તેનો દરેક શોટ રન થી ભરેલો હોય છે, એવા સમયે ભારતીય બોલરોની પણ કસોટી થવાની નક્કિ છે. આ માટે બોલરોએ તેના માટે અલગથી યોજના ઘડવી જરુરી બની ગઈ છે. આઈપીએલમાં પણ તે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે ખૂબ રન બનાવી ચુક્યો છે, એટલે કે તે ભારતીય માહોલથી પણ ખૂબ અનુભવી થઇ ચુક્યો છે. આમ દક્ષિણ આફ્રિકાને સિરીઝ પોતાના નામે કરવા માટે તે મોટુ હથીયાર સાબિત થઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કાંડાની ઈજામાં રાહત, રમવા પર અંતિમ પળે નિર્ણય કરાશે

કટકમાં રમાયેલી સિરીઝની બીજી મેચ દરમિયાન ક્વિન્ટન ડીકોકને ઈજા પહોંચી હતી. હાથના કાંડામાં ઈજાને પહેલ તે કટક મેચમાંથી જ બહાર થઈ ગયો હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને દિલ્હીમાં ભારત સામે 22 રનની ઈનીંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાના ટીમ મેનેજમેન્ટ દ્વારા આ અંગે એક નિવદન સામે આવ્યુ છે, જે મુજબ ડિકોકને તેની ઈજામાં ખૂબ જ રાહત થઈ ચુકી છે અને ટીમના ડોક્ટર્સ તેની પર નજર રાખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ કે, રાજકોટમાં ડિકોકના રમવા પર અંતિમ નિર્ણય અંતિમ ક્ષણે જ લેવામા આવશે.

ભારતીય ટીમ સિરીઝમા પાછળ છે. એટલે કે દક્ષિણ આફ્રિકા 2-1 થી શ્રેણીમાં આગળ ચાલી રહ્યુ છે. આમ પાંચ ટી20 મેચની સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હવે સિરીઝ જીતવા માટે માત્ર એક જ જીતની જરુર છે. જ્યારે સિરીઝને પકડી રાખવા માટે ભારતીય ટીમે આજે રાજકોટમાં જીત મેળવવી જરુર છે. આવી સ્થિતીમાં બેંગલુરુમાં રમાનારી અંતિમ ટી20 મેત નિર્ણાયક બની શકે છે.

Published On - 9:37 am, Fri, 17 June 22

Next Article