જસપ્રીત બુમરાહ પર રાહુલ દ્રવિડે આપ્યુ અપડેટ, હેડ કોચે કહ્યુ-આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ

|

Oct 01, 2022 | 9:04 PM

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને હાલમાં NCA ખાતે તબીબી ટીમની દેખરેખ હેઠળ તેના પરીક્ષણો કરાવી રહ્યો છે.

જસપ્રીત બુમરાહ પર રાહુલ દ્રવિડે આપ્યુ અપડેટ, હેડ કોચે કહ્યુ-આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ
Jasprit Bumrah ને લઈ રાહુલે અપડેટ આપ્યુ

Follow us on

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં? અત્યારે ભારતીય ક્રિકેટમાં આ જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સમાચાર એજન્સી એ ગત ગુરુવાર 29 સપ્ટેમ્બરના રોજ એક અહેવાલમાં દાવો કર્યો હતો કે બુમરાહ તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જો કે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી અને બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમાં T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. બુમરાહ આ મેચમાં ટીમનો ભાગ બની શક્યો ન હતો. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તેને પીઠમાં હળવો દુખાવો હતો, જેના પછી બીસીસીઆઈએ અપડેટ આપ્યું અને કહ્યું કે બુમરાહે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તે મેચમાંથી બહાર થઈ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભવિષ્યમાં શું થશે, તે ખ્યાલ આવી જશે

જો કે, શુક્રવાર 30 સપ્ટેમ્બરે, બોર્ડે ફરીથી એક અપડેટ જારી કર્યું અને કહ્યું કે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં અટકળોનું બજાર ગરમ છે અને બીસીસીઆઈ પોતે કોઈ નિર્ણય લેતા પહેલા હાલ રાહ જોઈ રહ્યું છે. શનિવારે, ગુવાહાટીમાં બીજી ટી20 મેચ પહેલા, કેપ્ટન રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી અને ત્યાં આ પ્રશ્નનો જવાબ આપ્યો.

દ્રવિડે કહ્યું કે, મેં મેડિકલ રિપોર્ટને ઊંડાણપૂર્વક જોયો નથી. આ બધા માટે હું નિષ્ણાતો પર આધાર રાખું છું. તેઓએ તેને (બુમરાહ)ને માત્ર આ સિરીઝ માટે ડ્રોપ કર્યો છે અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં શું થશે તે અમને યોગ્ય સમયે ખબર પડશે.

અમે સારા થવાની આશા રાખી રહ્યા છીએ

ભારતીય કોચ રાહુલ દ્રવિડે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તે કે ટીમ તેના સાજા થવાની આશા રાખશે. “જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર ન થાય, જ્યાં સુધી મને સત્તાવાર રીતે કહેવામાં ન આવે કે તે બહાર છે, અમને હંમેશા આશા રહેશે,” તેણે કહ્યું. અમે હંમેશા ટીમ અને ખેલાડી તરીકે બુમરાહના સારાની આશા રાખીશું.

આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ

કોચ દ્રવિડે બુમરાહની હાલત વિશે કહ્યું કે તે હાલમાં NCA માં છે. પૂર્વ દિગ્ગજ કેપ્ટને કહ્યું કે, તે NCA માં ગયો છે અને અમે આગળના પગલા અંગે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આમ તો તે આ સીરિઝમાંથી હાલમાં જ બહાર થઈ ગયો છે, પરંતુ આગળ શું થાય છે, અમે જોઈ રહ્યા છીએ અને જ્યારે અમારી પાસે સત્તાવાર પુષ્ટિ થશે ત્યારે જ અમે તમને કંઈક કહી શકીશું.

બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટી-20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સવાલ એ પણ છે કે જો બુમરાહ સિરીઝની બહાર થઈ જાય છે તો ટીમમાં તેની જગ્યાએ કોણ આવશે. શું સ્ટેન્ડ-બાયમાં પસંદ કરાયેલા મોહમ્મદ શમી અને દીપક ચહરમાંથી કોઈને પસંદ કરવામાં આવશે અથવા પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ કોઈ નવો દાવ રમશે.

 

Published On - 8:50 pm, Sat, 1 October 22

Next Article