IND vs SA: ભારત સામે ચાર વર્ષ અગાઉ ડેબ્યૂ કરી ધમાલ મચાવી હતી, ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 4 માંથી 2 મેચમાં દમ દેખાડી ચુક્યો છે

|

Jun 13, 2022 | 10:45 PM

હેનરિક ક્લાસને (Heinrich Klaasen) ભારતીય ક્રિકેટ ટીમના 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર T20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું અને બીજી મેચમાં જ 69 રન બનાવ્યા હતા.

IND vs SA: ભારત સામે ચાર વર્ષ અગાઉ ડેબ્યૂ કરી ધમાલ મચાવી હતી, ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 4 માંથી 2 મેચમાં દમ દેખાડી ચુક્યો છે
Heinrich Klaasen એ બીજી ટી20માં વિનીંગ ઈનીંગ રમી હતી

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે T20 શ્રેણીની બે મેચ રમાઈ છે. દક્ષિણ આફ્રિકાએ બંને મેચ જીતીને 2-0ની લીડ મેળવી લીધી હતી. દક્ષિણ આફ્રિકાની આ બંને જીતની વિશેષતા એ હતી કે બંને વખત અલગ-અલગ ખેલાડીઓએ સફળતા અપાવી હતી. પ્રથમ મેચમાં ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેન જીતના હીરો બન્યા હતા, તો બીજી મેચમાં હેનરિક ક્લાસને (Heinrich Klaasen) આ કામ કર્યું હતું. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે ક્લાસને ભારત (Indian Cricket Team) સામે સારો દેખાવ કર્યો હોય. તેના બદલે ટી20 માં તેની કારકિર્દીની શરૂઆત ભારત સામે થઈ હતી અને ઓછી મેચોમાં તેનો રેકોર્ડ જબરદસ્ત છે.

30 વર્ષીય ક્લાસેનને રવિવાર 12 જૂને કટકમાં રમાયેલી બીજી T20 મેચમાં વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની ઈજાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. મધ્યમ ક્રમના બેટ્સમેન ક્લાસેન માટે આ ઇનિંગ નિર્ણાયક હતી કારણ કે 2021 T20 વર્લ્ડ કપ પછી દક્ષિણ આફ્રિકા માટે કોઈપણ ફોર્મેટમાં તે તેની પ્રથમ મેચ હતી અને જમણા હાથના બેટ્સમેને પોતાને અને તેની ટીમને નિરાશ ન થવા દીધા.

કટકમાં ભારતીય ટીમ પર ભારે પડ્યો

ક્લાસેન બારાબતી સ્ટેડિયમમાં જ્યારે પાવરપ્લેમાં જ દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી દીધી ત્યારે ક્રિઝ પર ઉતર્યો. છઠ્ઠી ઓવરમાં રાસીની વિકેટ પડ્યા બાદ આવેલા ક્લાસને 10મી ઓવર સુધી દાવને સંભાળ્યો અને પછી ગિયર બદલીને રનનો વરસાદ શરૂ કર્યો અને અહીંથી મેચ ભારતના હાથમાંથી સરકી જવા લાગી. ક્લાસને ખાસ કરીને ભારતીય સ્પિનરો પર નિશાન સાધ્યું અને યુઝવેન્દ્ર ચહલની એક ઓવરમાં 3 સિક્સ પણ ફટકારી. ક્લાસેન આખરે 17મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમની જીત સુનિશ્ચિત કરી લીધી હતી. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 176 હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારત સામે બેટનો દમ દેખાડે છે

ક્લાસેનની ટી20 ઈન્ટરનેશનલ કરિયરની આ સૌથી મોટી ઈનિંગ્સ હતી, પરંતુ તેણે આવું પહેલીવાર નથી કર્યું. હકીકતમાં, ભારત સામે, ક્લાસેન અલગ રીતે રન બનાવવાની મજા લે છે. 2018માં, તેણે ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી20માં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં 30 બોલમાં 69 રન આપ્યા હતા, જે કટકમાં 81 રનની ઈનિંગ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર હતો. તે મેચમાં પણ દક્ષિણ આફ્રિકા જીત્યું હતું અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ક્લાસને ભારત સામે અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં તેણે 2 અડધી સદીની મદદથી 173 રન બનાવ્યા છે. તેની એવરેજ 43 અને સ્ટ્રાઈક રેટ 184 છે. દેખીતી રીતે જ તેને ટીમ ઈન્ડિયા સામે રમવાનું પસંદ છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ બાકીની શ્રેણીમાં વધુ સાવધ રહેવું પડશે.

Published On - 10:45 pm, Mon, 13 June 22

Next Article