IND vs SA: હર્ષલ પટેલના ‘ધીમા ઝેરે’ દક્ષિણ આફ્રિકાનો પાડ્યો ખેલ, ગુજ્જુ ખેલાડીની આ ચતુરાઈએ હરીફ ટીમને ઘૂંટણીય પાડી

|

Jun 15, 2022 | 9:51 AM

હર્ષલ પટેલે (Harshal Patel) પોતાના બોલને ચતુરાઈથી દક્ષિણ આફ્રિકાના બેટર્સ સામે ડિલિવર કર્યા હતા. જેને રિઝા અને ડેવિડ મિલર જેના ખેલાડીઓ પણ ઝડપથી પોતાની વિકેટ પટેલ સામે ગુમાવી બેઠા હતા.

IND vs SA: હર્ષલ પટેલના ધીમા ઝેરે દક્ષિણ આફ્રિકાનો પાડ્યો ખેલ, ગુજ્જુ ખેલાડીની આ ચતુરાઈએ હરીફ ટીમને ઘૂંટણીય પાડી
Harshal Patel એ વિશાખાપટ્ટનમમાં 4 વિકેટ ઝડપી હતી.

Follow us on

સ્લો પોઈઝન વિશે તો ખૂબ સાંભળ્યુ જ હશે, પરંતુ આનો ઉપયોગ ક્રિકેટમાં પણ થવા લાગ્યો છે. આશ્વર્યમાં મુકાવાની જરુર નથી. ક્રિકેટમાં ઝેર એટલે કે એવા ઝેરને નથી આપવાનુ કે જેનાથી કોઈ બીજું જોખમ ઉભુ થાય. અહીં તો વિકેટ ઉખેડવા માટે એવા બોલને ફેંકવાની વાત છે, જે ઝેર જેવા હથિયાર સમાન હોય. વાત છે હર્ષલ પટેલ (Harshal Patel) ની , તે ચતુરાઈ ભરી બોલીંગ કરવા માટે જાણીતો છે. તે પોતાની ચતુરાઈમાં જાણે કે સ્લો પોઈઝનનો ઉપયોગ કરે છે. જે ધીમા બોલને ઓળખવામાં આવી રહ્યુ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે મંગળવારે એટલે 14મી જૂને વિઝાગમાં રમાયેલી મેચમાં તેણે પોતાનો પ્રભાવ દર્શાવ્યો હતો. તેણે ધીમાં બોલના ઉપયોગ વડે દક્ષિણ આફ્રિકાની ટીમના મહત્વના ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે ભારતીય ટીમ (Indian Cricket Team) ને આ રીતે મેચ જીતાડતનુ પ્રદર્શન કરીને લાજ બચાવી લીધી હતી. હર્ષલ પટેલે ક્રિકેટમાં દમ દેખાડતા પહેલા પરદેશમાં ખૂબ મજૂરી કરી છે.

વિઝાગમાં રમાયેલી ટી20 મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો હતી. દક્ષિણ આફ્રિકા 5 મેચની T20I શ્રેણીમાં 2-0થી આગળ છે. આવી સ્થિતિમાં તેના માટે વિઝાગ જીતવાનો મતલબ સિરીઝ પર કબજો જમાવવો હશે. પરંતુ, જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે એક મજૂર પિતાના પુત્ર હર્ષલ પટેલે દક્ષિણ આફ્રિકાને ચાલવા ન દીધું.

હર્ષલ પટેલના ‘ધીમા ઝેર’ની દક્ષિણ આફ્રિકા સામે અસર જોવા મળી

દક્ષિણ આફ્રિકા સામે વિઝાગ T20માં હર્ષલ પટેલે 3.1 ઓવર નાંખી અને 25 રન આપીને 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. તે ભારત માટે સૌથી સફળ બેટ્સમેન હતો. હર્ષલ પટેલે ટોપ ઓર્ડરમાં રીઝા હેન્ડ્રિક્સની વિકેટ લીધી હતી. મિડલ ઓર્ડરમાં તેના ધીમા બોલમાં ડેવિડ મિલરને ફસાવી દીધો. જ્યારે નીચલા ક્રમમાં રબાડા અને તબરેઝ શમ્સીનો શિકાર કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મજૂરનો દીકરો બન્યો ક્રિકેટર, દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

હર્ષલ પટેલે એકવાર બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શોમાં તેના જીવનના રહસ્યો જાહેર કર્યા હતા. તેણે વર્ષ 2008ના તે દિવસો વિશે જણાવ્યું જ્યારે તેના પિતા તેને અમેરિકા લઈ ગયા અને તે દરમિયાન આવેલી આર્થિક તંગીના કારણે તેણે અને તેના પરિવારને ઓછું ભણતર હોવાને કારણે ત્યાં મજૂરી કરવી પડી. હર્ષલ ત્યાં એક પાકિસ્તાની પરફ્યુમની દુકાનમાં શ્રમીક તરીકે કામ કરતો હતો. તે દિવસમાં 12-13 કલાક કામ કરતો હતો, જેના માટે તેને રોજના 35 ડોલર મળતા હતા.

પરંતુ ત્યારબાદ હર્ષલે ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. તેના માતા-પિતા અમેરિકા ગયા પરંતુ તે ભારતમાં જ રહ્યો. મજૂરી માટે અમેરિકા જતા પહેલા તેના પિતાએ તેને માત્ર એટલું જ કહ્યું કે તેનું નાક ન કપાવતો. હર્ષલના ક્રિકેટ રમવાના નિર્ણયનું પરિણામ આજે બધાની સામે છે. આજે તે જ્યાં ઉભો છે, બેશક તેના પિતાને તેના પર ગર્વ થશે.

Published On - 9:50 am, Wed, 15 June 22

Next Article