IND vs SA: હાર્દિક પંડ્યા અથવા શિખર ધવન સુકાની બનવાની રેસમાં સૌથી આગળ, આ ખેલાડીઓને આરામ મળી શકે

|

May 14, 2022 | 10:10 PM

Team India: ભારતીય ટીમ (Team India) સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે T20 સિરીઝ રમવાની છે. આ માટે ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. સિનિયર ખેલાડીઓને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, જાણો...

IND vs SA: હાર્દિક પંડ્યા અથવા શિખર ધવન સુકાની બનવાની રેસમાં સૌથી આગળ, આ ખેલાડીઓને આરામ મળી શકે
Rohit Sharma Hardik Pandya (PC: BCCI)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) પુરી થયા બાદ ભારતે (Team India) દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જેમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આ શ્રેણીમાં સુકાની રોહિત શર્મા, ઉપ સુકાની કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ટીમની કમાન કોણ સંભાળશે? સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે શિખર ધવન (Shikhar Dhawan) અથવા હાર્દિક પંડ્યા (Hardik Pandya) દક્ષિણ આફ્રિકા સામેની T20i શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરી શકે છે.

સીનિયર ખેલાડીઓને આરામ કેમ આપવામાં આવશે?

રિપોર્ટ અનુસાર રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રિષભ પંતને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. જે સતત ક્રિકેટ રમી રહ્યા છે અને આ પછી ભારતે ઈંગ્લેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ કરવાનો છે. તેથી ખેલાડીઓને આરામ આપવો પણ જરૂરી છે. 22 મેના રોજ ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી થઈ શકે છે. આ દિવસે IPLની લીગ મેચો સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્મા પણ ફ્રી રહેશે. આવા સમયે પસંદગીકારો ટીમની પસંદગી કરશે.

બીસીસીઆઈ (BCCI)ના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે તમામ વરિષ્ઠ ખેલાડીઓને 3-4 અઠવાડિયાનો આરામ આપવામાં આવશે. જેથી તેઓ સીધા ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઈ શકે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ સીધા ઈંગ્લેન્ડમાં જ ટીમ સાથે જોડાશે. જ્યારે સુકાની પદની વાત આવે છે, ત્યારે પસંદગીકારો સામે 2 મોટી પસંદગીઓ છે. ભૂતકાળમાં સુકાની રહી ચુકેલ શિખર ધવન અને હાર્દિક પંડ્યા કે જેમણે ગુજરાત ટાઇટન્સ માટે તેની કેપ્ટનશીપથી દરેકને પ્રભાવિત કર્યા છે. જ્યારે મોહસીન ખાનને આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. પસંદગીકારોની નજર ઉમરાન મલિક પર પણ છે. પરંતુ હાલમાં ઉમરાન મલિકને વધુ મહેનત કરવી પડી શકે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આવી હોઇ શકે છે ટીમ ઈન્ડિયા

ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, દીપક હુડા, શિખર ધવન, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, ભુવનેશ્વર કુમાર, પ્રણંદ કૃષ્ણ, હર્ષલ પટેલ, અવેશ ખાન, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

ભારત-સાઉથ આફ્રિકા ટી20 સીરિઝ

9 જુનઃ પહેલી ટી20
12 જુનઃ બીજી ટી20
14 જુનઃ ત્રીજી ટી20
17 જુનઃ ચોથી ટી20
19 જુનઃ પાંચમી ટી20

Next Article