IND vs SA: Avesh Khan નો ખતરનાક બાઉન્સર પહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનના હેલ્મેટ પર વાગ્યો, પછીના બોલે ‘કામ તમામ કર્યું’

|

Jun 18, 2022 | 8:39 AM

Cricket : અવેશ ખાને (Avesh Khan) દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની ચોથી T20 મેચમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે તેના એક બોલ પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને સંપૂર્ણપણે હલાવી દીધા હતા.

IND vs SA: Avesh Khan નો ખતરનાક બાઉન્સર પહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનના હેલ્મેટ પર વાગ્યો, પછીના બોલે કામ તમામ કર્યું
Avesh Khan (PC: BCCI)

Follow us on

ભારતે (Team India) ચોથી T20 મેચમાં મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ને 82 રને હરાવીને પાંચ મેચોની શ્રેણી 2-2 થી બરાબર કરી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે મુલાકાતી ટીમને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 16.5 ઓવરમાં 87 રનમાં સમેટાઈ ગઈ હતી. બોલર અવેશ ખાન (Avesh Khan) એ 18 રનમાં 4 વિકેટ લઈને મુલાકાતી ટીમની કમર તોડી નાખી હતી. અવેશે માત્ર વિકેટો જ નથી લીધી પરંતુ તેના ભયાનક બોલથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ડરાવ્યા પણ છે. તેણે એક ઓવરમાં તેના બોલથી માર્કો જોન્સનને ડરાવ્યો અને પછીના બોલ પર તેનો શિકાર કર્યો.

આવેશ ખાનના બાઉન્સરથી જોન્સન ડરી ગયો હતો

બીજા દાવની લગભગ 14મી ઓવર હતી. અવેશ ખાન (Avesh Khan) ના બોલ પર બેટ્સમેન જોન્સનના માથામાં ગંભીર ઝટકો લાગ્યો હતો. અવેશે બાઉન્સર ફેંક્યો. જેને જોહ્ન્સન બોલને પુલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે ચૂકી ગયો. અવેશે આ ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. જોન્સનના હેલ્મેટ પર બોલ જોરથી અથડાયો હતો. જેના કારણે તે હચમચી ગયો હતો. દક્ષિણ આફ્રિકાના ફિઝિયોને ફરી એકવાર મેદાનમાં આવવું પડ્યું. અગાઉ ફિઝિયો કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) ની તપાસ કરવા મેદાનમાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

બાઉન્સર લાગ્યા બાદ મેદાન પર ટકી શક્યો નહીં જોન્સન

ઈજાના કારણે સુકાની ટેમ્બા બાવુમાને નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. જોન્સનને જોવા માટે ભારતીય ખેલાડીઓ પણ આસપાસ આવ્યા હતા. અવેશ ખાનના બાઉન્સર બાદ જોન્સનની તપાસ બાદ તે ફરીથી બેટિંગ કરવા માટે ઉભો થયો હતો. પરંતુ ત્યાર બાદ તે મેદાન પર ટકી શક્યો ન હતો અને બાઉન્ડ્રી પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા બીજા જ બોલ પર આઉટ થઈ ગયો. ઋતુરાજ ગાયકવાડે તેનો કેચ મિડ-વિકેટ પર લીધો હતો. જોન્સને 17 બોલમાં 12 રન બનાવ્યા હતા. અવેશે 14મી ઓવરમાં રાસી વાન ડેર ડુસેન, માર્કો જેન્સેન અને કેશવ મહારાજને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પહેલા ભારતીય બોલરે છઠ્ઠી ઓવરમાં ડ્વેન પ્રિટોરિયસને પેવેલિયન મોકલી દીધો હતો.

Next Article