IND vs SA 3rd T20: ભારત આજે હારશે તો સીરિઝ ગુમાવશે, સાઉથ આફ્રિકા ઈતિહાસ રચવા ઈચ્છશે

|

Jun 14, 2022 | 6:23 PM

IND vs SA 3rd T20 : ભારતીય ટીમ (Team India) પાંચ મેચની ટી20 સીરિઝમાં સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે પહેલી બંને મેચ હારી ચુક્યું છે. ત્યારે સીરિઝ જીતવા અને સીરિઝ જીવંત રાખવા માટે ભારતે આજની મેચ જીતવી જરૂરી છે.

IND vs SA 3rd T20: ભારત આજે હારશે તો સીરિઝ ગુમાવશે, સાઉથ આફ્રિકા ઈતિહાસ રચવા ઈચ્છશે
Rishabh Pant and Temba Bavuma (PC: BCCI)

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી મેચ હવેથી વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા (Team India) જો આજે હારશે તો શ્રેણી ગુમાવી દેશે તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa)ની ટીમ પ્રથમ વખત ભારતમાં શ્રેણી જીતવા માંગશે અને ઈતિહાસ રચવા માંગશે.

વિશાખાપટનમની પિચ બોલરોને મદદ આપતી રહી છે

તમનને જણાવી દઇએ કે વિશાખાપટનમની પીચ પર રમાયેલી બે ટી-20 મેચો પર નજર કરીએ તો અહીં બોલરોનો દબદબો રહ્યો છે. 2016માં અહીં પહેલી T20 રમાઈ હતી. જેમાં શ્રીલંકા (Sri Lanka Cricket)ની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા (Team India)એ આ મેચ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોએ 7 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર 126 રન જ બનાવી શકી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે વિનિંગ રન લઈને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઝડપી બોલરો અને સ્પિનરોને સમાન મદદ મળી હતી. આવી સ્થિતિમાં આશા છે કે આજની મેચમાં પણ અહીં બોલરોને મદદ મળી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મહત્વનું છે કે સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે ભારતીય ટીમે પાંચ મેચની ટી20 સીરિઝમાં પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતે (Team India) સીરિઝ બચાવવી હોય તો કોઈ પણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી આ બંને મેચમાં માત્ર 1 જ વિકેટ ઝડપી છે.

 

બંને ટીમો આ પ્રમાણે છેઃ

ભારતીય ટીમઃ

ઋષભ પંત (સુકાની), ઋષભ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અરશ પટેલ, અરશ પટેલ. ઉમરાન મલિક.

દક્ષિણ આફ્રિકાની ટીમઃ

એઇડન માર્કરામ, ડેવિડ મિલર, રાસી વાન ડેર ડુસેન, રેઝા હેન્ડ્રીક્સ, ટેમ્બા બાવુમા (સુકાની) , ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વાઇટ પ્રિટોરિયસ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, ક્વિન્ટન ડી કોક, એનરિક નોરખિયા, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી શામ્સી, લુંગી મહારાજ , વેઇન પાર્નેલ.

Next Article