IND vs PAK, T20 World Cup: ભારત સામે સતત હારના સવાલો થી ઘેરાઇ રહેવા થી ભડકી ઉઠ્યો આ દિગ્ગજ, કહી દીધુ ‘ખુદા કા વાસ્તા’

|

Oct 23, 2021 | 9:46 AM

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત સામે પાકિસ્તાનનો નબળો ટ્રેક રેકોર્ડ કોઈથી છુપાયેલો નથી. ટી20 વર્લ્ડકપનું વર્ષ બદલાયું પરંતુ ભારત સામે પાકિસ્તાનનો ઇતિહાસ હજુ બદલાયો નથી.

IND vs PAK, T20 World Cup: ભારત સામે સતત હારના સવાલો થી ઘેરાઇ રહેવા થી ભડકી ઉઠ્યો આ દિગ્ગજ, કહી દીધુ ખુદા કા વાસ્તા
Pakistan Cricket Team

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ થવા જઇ રહ્યો છે. રવિવારનો સુપર દિવસ અને તારીખ 24 ઓક્ટોબર. આ એવી ઘડિયો હશે જેમાં ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી ફરી એક બીજાની સામે હશે. આ મહામુકાબલાને લઈને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર સલમાન બટ્ટે (Salman Butt) મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાત કરતા તેણે મેચ સાથે જોડાયેલા ઘણા મહત્વના પાસાઓ વિશે વાત કરી હતી. દરમિયામન તે પાકિસ્તાન ટીમના આ જ પ્રશ્ન પર ભડકતો જોવા મળ્યો હતો અને આવા પ્રશ્નો ઉઠાવનારાઓને ‘ખુદા કા વાસ્તા’ કહ્યુ હતુ.

ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો નબળો ટ્રેક રેકોર્ડ કોઈથી છુપાયેલો નથી. ટી20 વર્લ્ડકપ (T20 World Cup) નું વર્ષ બદલાયું પરંતુ ભારત સામે પાકિસ્તાનનો ઇતિહાસ હજુ બદલાયો નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમને એક જ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, કે તેઓ આજ સુધી ભારતને હરાવી શક્યા નથી. તમારી તૈયારી શું છે? પાક ટીમને પૂછવામાં આવતા આ સવાલ પર ભૂતપૂર્વ ઓપનર સલમાન બટ ગુસ્સે ભરાયો હતો.

ખુદા કા વાસ્તા, આવા સવાલો બંધ કરો-સલમાન બટ્ટ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેણે કહ્યું કે આમ કરીને આપણે ટીમ પર વધુ દબાણ બનાવીએ છીએ. તેમના આત્મવિશ્વાસમાં વધુ ઘટાડો કરવા માટે કામ થાય છે. ખુદા કા વાસ્તા, છોકરાઓને આવા પ્રશ્નો પૂછવાનું બંધ કરો. અને, એવું કંઈ ન કરો કે જે આગળ વધવાને બદલે તેમનો બેક ગિયર મૂકે. તેમને નિર્ભય માનસિકતા સાથે મેદાનમાં આવવા દો, અને આવા પ્રશ્નોથી તેમને વધુ નિરાશ ન કરો.

પાકિસ્તાનને આપ્યો જીતનો મંત્ર

ઈન્ટરવ્યૂમાં સલમાન બટ્ટે પાકિસ્તાની ટીમને જીતનો મંત્ર પણ આપ્યો હતો. તેણે કહ્યું, જો આપણે ફરીથી હારી જઈશું, તો તેમાં કંઈ નવું નહીં હોય. પણ જો તમે જીતશો તો તે નવું હશે. પ્રથમ વખત હશે. આ માટે ભારતના 3 બેટ્સમેન કેએલ રાહુલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા વહેલા આઉટ થાય તે જરૂરી છે. અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એ જ રીતે ભારતને હરાવ્યું હતું અને હવે અમારે ટી20 વર્લ્ડ કપમાં પણ આ જ ફોર્મ્યુલા સાથે આગળ વધવાનું છે. જો રોહિત, રાહુલ અને વિરાટને આઉટ કરવામાં આવે તો મને લાગે છે કે, ભારતના આગળના બેટ્સમેનોમાં એટલી શક્તિ નથી.

 

 

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાનના પ્રેકટીશ એરીયામાં ધોની ! હરિફ ટીમનો આ ખેલાડી મળવા થયો બેતાબ, જુઓ Video

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સુપર 12 ના ‘ગૃપ ઓફ ડેથ’ માં ફસાઇ આ 6 ટીમો, કેવી રહેશે ટીમ ઇન્ડિયાની સ્થિતી, જાણો

 

Next Article