IND vs PAK Breaking News : હિન્દુસ્તાન સામે હારના ડરથી મેચ પહેલા જ મેદાન છોડનાર પાકિસ્તાન ભોગવશે ગંભીર પરિણામ, PCB સામે આ 5 પગલાં લેશે ICC

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે, ગઈકાલ 1 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવા મેદાનમાં નહીં ઉતરે.

IND vs PAK Breaking News : હિન્દુસ્તાન સામે હારના ડરથી મેચ પહેલા જ મેદાન છોડનાર પાકિસ્તાન ભોગવશે ગંભીર પરિણામ, PCB સામે આ 5 પગલાં લેશે ICC
| Edited By: | Updated on: Feb 02, 2026 | 8:59 AM

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ કપમાં ભાગ લેવો કે નહીં તે અંગે નિર્ણય ના લઈ શકનાર પાકિસ્તાને, આખરે ગઈકાલ 1 ફેબ્રુઆરીને રોજ, ભારત સામેની મેચ નહીં રમવા માટે PCB એ સત્તાવાર જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકારના આદેશને ટાંકીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી કે તે વર્લ્ડ કપમાં તો ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ નહીં રમે. આ નિર્ણયથી ટુર્નામેન્ટના આયોજન પર અસર પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી નાખુશ છે. ICC એ પાકિસ્તાનને તેના આ નિર્ણય અંગે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

PCB એ રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ T20 વર્લ્ડ કપમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો પરંતુ ભારત સામેની મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો. PCB દ્વારા ભારત સામે મેદાનમાં નહીં ઉતરવાનો નિર્ણય લેવામાં આવશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જોકે ICC એ ગઈકાલ સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જો કે પાકિસ્તાન ક્રિરેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કર્યા પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક વિગતવાર નિવેદન જાહેર કરીને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે ભારત સામેની મેચ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે, જેની અસર સમગ્ર રમત, પાકિસ્તાન બોર્ડ અને તેના ચાહકો ઉપર પણ પડશે.

રવિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં, ICC એ જણાવ્યું હતું કે, “ICC હજુ પણ PCB તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ‘પસંદગીયુક્ત ભાગીદારી’ અંગેની વર્તમાન પરિસ્થિતિ વૈશ્વિક રમતગમત ઇવેન્ટના મૂળભૂત સિદ્ધાંતો સાથે અસંગત છે. આવી ઇવેન્ટ્સ માટે ક્વોલિફાય થનારી બધી ટીમો નિર્ધારિત સમયપત્રક મુજબ સમાન શરતો પર સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે. ICC ટુર્નામેન્ટ રમતગમતની અખંડિતતા, સ્પર્ધાત્મકતા, સાતત્ય અને ન્યાયીતા પર આધારિત છે, અને પસંદગીયુક્ત ભાગીદારી આ ટુર્નામેન્ટની ભાવના અને પવિત્રતાને નબળી પાડે છે.”

PCB એ આ મામલે પાકિસ્તાની સરકારના આદેશોનો ઉલ્લેખ કર્યો. ICC એ રાષ્ટ્રીય નીતિઓમાં સરકારોની ભૂમિકા સ્વીકારી, પરંતુ કાઉન્સિલે આ નિર્ણયને રમત માટે હાનિકારક ગણાવ્યો. ICC એ PCB ને ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, “ICC ને આશા છે કે PCB આ નિર્ણયના પોતાના રાષ્ટ્રીય ક્રિકેટ પરના મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પરિણામો પર વિચાર કરશે, કારણ કે તે વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર અસર કરે તેવી શક્યતા છે, જેનો તે સભ્ય અને લાભાર્થી છે.”

ICC એ PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા વિનંતી કરી. ICC એ જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ટુર્નામેન્ટનું સફળ આયોજન છે, પરંતુ એમ પણ કહ્યું હતું કે બધા ભાગ લેનારા સભ્યોની એક મહત્વપૂર્ણ જવાબદારી છે, જેનો PCB એક ભાગ છે.

હવે પ્રશ્ન એ છે કે ICC આ મામલે PCB સામે શું પગલાં લઈ શકે છે? સમાચાર એજન્સી PTI એ ICC બોર્ડના એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, પાકિસ્તાનને પાંચ અલગ અલગ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

  1. પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બાકાત રાખી શકાય છે.
  2. ICC તરફથી પાકિસ્તાનની વાર્ષિક આવક, જે આશરે ₹350 કરોડ છે, તેને રોકી શકાય છે.
  3. ભારત-પાકિસ્તાન મેચ રદ થવાને કારણે થયેલા નુકસાન માટે બ્રોડકાસ્ટર Jio-Hotstar ને વળતર આપવા PCB ને કહેવામાં આવી શકે છે, જે આશરે ₹200 કરોડ સુધી પહોંચી શકે છે.
  4. PCB બંધનકર્તા કરારનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાથી, અન્ય ICC સભ્ય દેશો પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણીનો બહિષ્કાર કરી શકે છે અથવા, તે શ્રેણીઓનો ICC રેન્કિંગ પર કોઈ પ્રભાવ પડશે નહીં, જ્યારે તેઓ WTC માં કોઈ પોઇન્ટ આપશે નહીં.
  5. વિદેશી ખેલાડીઓ (નિવૃત્ત અથવા ફ્રી એજન્ટો સિવાય) ને પાકિસ્તાન સુપર લીગ (PSL) માં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી શકાય છે.

ક્રિકેટને લગતા અન્ય તમામ  સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Published On - 8:31 am, Mon, 2 February 26