IND vs NZ: મુંબઇની પિચ પહેલા દિવસ થી હોશ ઉડાવવા વાળી હશે, આ બોલરો વાનખેડેમાં આફત રુપ નિવડશે

|

Dec 01, 2021 | 10:51 AM

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના સૂત્રોએ ભારત-ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ની બીજી ટેસ્ટ માટે વાનખેડે સ્ટેડિયમની પિચના મૂડ વિશે માહિતી આપી છે.

IND vs NZ: મુંબઇની પિચ પહેલા દિવસ થી હોશ ઉડાવવા વાળી હશે, આ બોલરો વાનખેડેમાં આફત રુપ નિવડશે
Wankhede Stadium

Follow us on

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ (New Zealand tour of India) હવે અંતિમ મુકામ પર છે. 2 ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ પહેલા કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બંને ટીમો વચ્ચે ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા (Team India) કાનપુર ટેસ્ટ જીતના કિનારે આવીને ચુકી ગઇ હતી. જેના કારણે વર્ષ 2017 પછી પહેલીવાર એવું બન્યું છે કે, જ્યારે ભારતીય ટીમને ઘરઆંગણે શ્રેણી જીતવા માટે છેલ્લી મેચના નિર્ણયની રાહ જોવી પડી હોય. કાનપુર ટેસ્ટમાં જે થયું તે હવે મુંબઈ (Mumbai Test) માં નહીં થાય. કારણ કે વાનખેડે પીચનો મૂડ બદલાઈ ગયો હશે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રોએ ભારત-ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટ માટે વાનખેડે સ્ટેડિયમની પિચના મૂડ વિશે માહિતી આપી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને કહ્યું, વાનખેડેની પીચ પહેલા દિવસથી સ્પિનરો માટે મદદરૂપ થશે. સ્પિન એ ભારતીય ટીમની તાકાત છે અને તેથી જ અમે ટર્નિંગ ટ્રેક તૈયાર કરવામાં વ્યસ્ત છીએ.

ટર્નિંગ વિકેટ ન્યુઝીલેન્ડની ‘માથાનો દુખાવો’ વધારશે

ટર્નિંગ વિકેટના કારણે ન્યુઝીલેન્ડને ટીમ સિલેક્શન માટે કસરત કરવી પડશે. કાનપુર ટેસ્ટમાં, તે 54 ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા ડાબા હાથના ઝડપી બોલર નીલ વેગનર સાથે ઉતર્યા નહોતા. પરંતુ તેના બદલે તેને ઓફ-સ્પિનર ​​વિલિયમ સમરવિલેને રમાડ્યો હતો. સમરવિલેની આ એકંદરે 5મી ટેસ્ટ મેચ હતી, જ્યારે ભારતમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એજાઝ પટેલ પણ કાનપુર ટેસ્ટમાં ભારતમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ અને કારકિર્દીની 10મી ટેસ્ટ મેચ રમી હતી. જો કે આ બંને સ્પિનરો કાનપુરમાં બોલ સાથે કંઈ ખાસ કરી શક્યા નહોતા. સમરવિલે કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે એજાઝે 3 વિકેટ લેવા માટે 150 રનનો ખર્ચ કર્યો હતો.

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને જોકે કાનપુર ટેસ્ટ બાદ આ બે સ્પિનરોના પ્રદર્શનનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું, અમે જે સ્પિનરોએ ઘણી મેચો અને પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અહીં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે બોલ અને બેટ બંનેમાં સારું યોગદાન આપ્યું છે.

 

હવામાને MCA ની ચિંતા વધારી

બુધવાર અને ગુરુવારે મુંબઈમાં વરસાદની સંભાવના છે. પરંતુ મેચ દરમિયાન હવામાન વધુ સારું રહેવાની આશા છે. તેમ છતાં મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) માટે હવામાન ચિંતાનું મોટું કારણ છે. સૂત્રોએ જણાવ્યું કે જો વરસાદ પડશે તો તેમને ફરીથી પીચ પર પાણી રેડવાની તક નહીં મળે.

 

આ પણ વાંચોઃ IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

 

આ પણ વાંચોઃ IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને રોહિત શર્માની સેલેરી વિરાટ કોહલી અને ધોની કરતા પણ વધારે, જાણો કઇ ટીમે કેટલો કર્યો ખર્ચ

Published On - 10:50 am, Wed, 1 December 21

Next Article