‘મોટો રેકોર્ડ’ તૂટવાની તૈયારી ! ફેન્સથી લઈને ક્રિકેટ એક્સપર્ટ્સ સુધી… દરેકની નજર કોહલી પર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાજકોટમાં કારનામું કરી શકે છે

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. એવામાં તે 14 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

‘મોટો રેકોર્ડ’ તૂટવાની તૈયારી ! ફેન્સથી લઈને ક્રિકેટ એક્સપર્ટ્સ સુધી... દરેકની નજર કોહલી પર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાજકોટમાં કારનામું કરી શકે છે
| Updated on: Jan 13, 2026 | 7:57 PM

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે પોતાની છેલ્લી 05 ઇનિંગ્સમાં ઓછામાં ઓછા 50 રન તો બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલ સિરીઝની પહેલી મેચમાં કોહલીએ 93 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. બધા ધારી રહ્યા હતા કે, તે પોતાની સદી પૂર્ણ કરશે પરંતુ તે ફક્ત 07 રનથી સદી ચૂક્યો અને આઉટ થઈ ગયો.

કયો રેકોર્ડ તૂટી શકે છે?

હવે આગામી મેચમાં કોહલી પાસે વિરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગના રેકોર્ડને તોડવાની તક છે. આ કારનામું કરવા માટે તેણે સદી ફટકારવી પડશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે. શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાજકોટમાં રમાશે, ત્યારબાદ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં સિરીઝની ફાઇનલ મેચ રમાશે.

સૌથી વધુ સદીનો રેકોર્ડ તૂટશે કે નહીં?

કોહલી આગામી મેચમાં સદી ફટકારે તેવી ફેન્સને અપેક્ષા છે. રેકોર્ડની વાત કરીએ તો, ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી 03 બેટ્સમેન એવા છે કે, જેમણે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી છે. વિરાટ કોહલી ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગના નામે પણ 06-06 સદી છે. આનો અર્થ એ થયો કે, જો કોહલી વધુ એક સદી ફટકારે છે, તો તે 07 સદી ફટકારશે.

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સિરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી. આ પછી કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં પણ 02 મેચ રમી હતી. તેણે એક વખત 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને પછી 77 રન બનાવીને આઉટ થયો હતો.

શું કોહલી તેનો ‘ક્લાસ’ બતાવશે?

આ બાદ તે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો ક્લાસ બતાવી રહ્યો છે. અત્યાર સુધી, વર્ષ 2026 માં કોઈ ભારતીય બેટ્સમેન આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો નથી. કોહલી આ વખતે આ સિદ્ધિ હાંસલ કરી શકશે કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડશે.

ખાસ વાત એ છે કે, કોઈને ક્યારેય વિરાટ કોહલીના ફોર્મ પર શંકા નહોતી પરંતુ હવે તેણે પોતાની રમવાની સ્ટાઈલ બદલી નાખી છે. તાજેતરના સમયમાં, કોહલીએ આક્રમક અભિગમ અપનાવ્યો છે અને ઝડપી બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. કોહલીના હાલના ફોર્મને જોતાં, તે રાજકોટ અથવા ઇન્દોરમાં સદી ફટકારે તેવી શક્યતા છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો