IND vs NZ live Streaming of 1st Test Match: આજથી કાનપુર ટેસ્ટ મેચની શરુઆત, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

|

Nov 25, 2021 | 7:50 AM

T20 સીરીઝ બાદ હવે ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમો ટેસ્ટ સીરીઝમાં સામસામે ટકરાશે અને તે આજે 25 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

IND vs NZ live Streaming of 1st Test Match: આજથી કાનપુર ટેસ્ટ મેચની શરુઆત, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Kane Williamson-Ajinkya Rahane

Follow us on

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) ને ઘરઆંગણે ત્રણ મેચની T20 શ્રેણીમાં 3-0 થી કચડી નાખ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે ટેસ્ટ શ્રેણીમાં કિવી ટીમને પરાસ્ત કરવા ટક્કર જમાવશે. 25 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. જો કે, ભારતનો નિયમિત ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પ્રથમ મેચમાં હાજર રહેશે નહીં. તેના સ્થાને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમની કમાન સંભાળશે. આ દરમિયાન રહાણેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રેયસ અય્યર (Shreyas Iyer) આ મેચથી ટેસ્ટ ડેબ્યૂ કરશે.

આ સાથે, બંને ટીમો હવે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સિઝન માટે અભિયાનની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડ આ ચેમ્પિયનશિપનું વર્તમાન વિજેતા છે અને તેણે આ વર્ષે સાઉથમ્પટનમાં રમાયેલી મેચમાં ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.

વિરાટ કોહલીનો રોહિત શર્મા પણ જોવા નહીં મળે. તેને ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝ જીતી છે. કેએલ રાહુલ ઈજા સાથે બહાર છે. મયંક અગ્રવાલની ઓપનિંગ ફિક્સ હોવાનું માનવામાં આવે છે. તેની સાથે શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ન્યુઝીલેન્ડની ટીમ માટે આ શ્રેણી આસાન રહેવાની નથી. તેની બેટિંગની જવાબદારી સંપૂર્ણપણે કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) અને અનુભવી બેટ્સમેન રોસ ટેલર પર રહેશે. હવે જોવાનું એ રહે છે કે કિવિ ટીમ ત્રણ સ્પિનરો સાથે આવે છે કે પછી બે વધુ ઝડપી બોલિંગ, ટિમ સાઉથી, કાયલ જેમ્સન, નીલ વેગનરમાં પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન મળે છે.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બર (ગુરુવાર)થી શરૂ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યાં રમાશે મેચ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ કાનપુરના ગ્રીનપાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ 9.00 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

 

ટીમો નીચે મુજબ છે.

ભારત: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, યશાંત શર્મા, જયંત શર્મા. શ્રીકર ભરત અને પ્રસિદ્ધ કૃષ્ણ.

ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લેથમ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (wk), વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, ટિમ સાઉથી, નીલ વેગનર, કાયલ જેમીસન, વિલિયમ સોમરવિલે, એજાઝ પટેલ, મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર.

 

આ પણ વાંચોઃ Ashes 2021: વંશિય ટિપ્પણીનો મામલો, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને એશિઝ સિરીઝની કોમેન્ટ્રી પેનલમાંથી હાંકી કઢાયો!

આ પણ વાંચોઃ IND vs NZ: રાહુલ દ્રવિડે પહેલા બોલરો સામે બેટીંગ કરીને પ્રેકટિસ કરાવી હવે ઓફ સ્પિન બોલીંગ કરીને કાનપુર ટેસ્ટની તૈયારીઓ કરાવી, જુઓ Video

 

Published On - 7:50 am, Thu, 25 November 21

Next Article