IND vs NZ: રાંચીમાં હાર બાદ હાર્દિક પંડ્યા બોલ્યો-ટક્કર વોશિંગ્ટન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ હતી

|

Jan 28, 2023 | 11:07 AM

ભારતે રાંચીમાં રમાયેલી ટી20 શ્રેણીની પ્રથમ મેચ 21 રનથી ગુમાવી હતી. જોકે આ મેચમાં ભારતીય ઓલરાન્ડર સુંદરે એકલા હાથે બોલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગમાં ન્યુઝીલેન્ડને લડત આપી હતી.

IND vs NZ: રાંચીમાં હાર બાદ હાર્દિક પંડ્યા બોલ્યો-ટક્કર વોશિંગ્ટન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ હતી
Washington Sunder એ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં કમાલ કર્યો હતો

Follow us on

રાંચીમાં શુક્રવારે રમાયેલી ટી20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતની 21 રનથી હાર થઈ હતી. ભારતીય ટીમે 177 રનના લક્ષ્ય સામે 155 રન નિર્ધારિત ઓવરમા 9 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા. આમ ન્યુઝીલેન્ડની ટીમે ટી20 સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં એક તરફ સ્ટાર ખેલાડીઓ બેટિંગ અને બોલિંગમાં નિષ્ફળ નિવડ્યા હતા, તો બીજી તરફ વોશિંગ્ટન સુંદરે પોતાનો કમાલ દેખાડ્યો હતો. પુરી મેચમાં ભારત તરફથી એક માત્ર સુંદર ચમકતો નજર આવી રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ મેચ બાદ તેના ભરપૂર વખાણ કર્યા હતા.

વોશિંગ્ટન સુંદરે પહેલા બોલિંગ કરતા એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ન્યુઝીલેન્ડની છાવણીને ઝટકો આપ્યો હતો. ફિલ્ડીંગમાં પણ તેણે જબરદસ્ત છલાંગ લગાવી કેચ ઝડપી બતાવ્યો હતો. બાદમાં જ્યારે ભારતીય બેટિંગ લાઈન ફ્લોપ થઈ રહેલી લાગી રહી હતી, ત્યારે વોશિંગ્ટન સુંદરે ધમાલ મચાવતી બેટિંગ કરી અડધી સદી નોંધાવી હતી.

સુંદરની અડધી સદી, સૂર્યા ચૂક્યો

ભારત તરફથી લક્ષ્યનો પિછો કરતા સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે રન નોંઘાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 47 રન નોંધાવ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 50 રન નોંધાવ્યા હતા. તેણે અડધી સદી માત્ર 25 બોલમાં જ પુરી કરી લીધી હતી. વોશિંગ્ટ સુંદર અને સૂર્યાએ પોતાના ક્રિઝ પર રહેવા દરમિયાન ભારતીય ઈનીંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય ટીમને જીત નસીબ થઈ શકી નહોતી. કારણ કે ભારતને જેની પર ભરોસો છે તેવા સ્ટાર ખેલાડીઓ જ સફળ રહ્યા નહોતા. ભારતે 15 રનના સ્કોર પર જ ઈશાન, ગિલ અને ત્રિપાઠી જેવા ટોપ ઓર્ડરના ખેલાડીઓની વિકેટ ગુમાવી દીધી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હાર્દિકે કર્યા સુંદરના વખાણ

સિરીઝમાં ભારતનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ વોશિંગ્ટન સુંદરના વખાણ કર્યા હતા. તેણે કહ્યુ કે, કોઈએ વિચાર્યું ન હતું કે વિકેટ આ રીતે ખેલશે. બંને ટીમો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, પરંતુ ન્યુઝીલેન્ડ સારું રમ્યું હતું. જ્યાં સુધી સૂર્યા અને હું બંને બેટિંગ કરતા હતા ત્યાં સુધી અમને આશા હતી કે અમે જીતીશું. અમે 25 રન વધુ આપ્યા. સુંદરે જે રીતે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કરી તે જોઈને એવું લાગી રહ્યું હતું કે આ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત નહીં, પરંતુ સુંદર વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની છે. જો સુંદર અને અક્ષર આ રીતે આગળ વધતા રહેશે તો તેનાથી ભારતીય ક્રિકેટને ઘણી મદદ મળશે.

 

Published On - 10:57 am, Sat, 28 January 23

Next Article