વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે કંઈક ને કંઈક એવું બને છે જે ચાહકોનું દિલ જીતી લે છે. આ વખતે કિંગ કોહલીએ બેંગલુરુ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે અને આ સાથે તેણે ટેસ્ટમાં 9000 રન પણ પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ 197 ટેસ્ટ ઈનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા. વિરાટ કોહલીના 9000 ટેસ્ટ રન ખાસ છે, પરંતુ બેંગ્લોર ટેસ્ટમાં આ ખેલાડીની અડધી સદી પણ ખાસ છે. કારણ કે ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં મુશ્કેલીમાં છે અને આ જ ક્ષણે વિરાટે અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય છે. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર આ કારનામું કરી ચૂક્યા છે. જો કે, આ મહાન ખેલાડીઓમાં વિરાટ કોહલીએ સૌથી વધુ ઈનિંગ્સ રમીને 9000નો આંકડો સ્પર્શ કર્યો છે. દ્રવિડે 176 ઈનિંગ્સમાં 9000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. સચિને 179 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ગાવસ્કરે 9000 ટેસ્ટ રન પૂરા કરવા માટે 192 ઈનિંગ્સ અને વિરાટે 197 ઈનિંગ્સ લીધી હતી.
….
A career milestone for @imVkohli
He is the fourth Indian batter to achieve this feat.#INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/Bn9svKrgtl
— BCCI (@BCCI) October 18, 2024
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 9000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે 172 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સ્ટીવ સ્મિથે 174 ઈનિંગ્સમાં 9000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. આ મામલે રાહુલ દ્રવિડ ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો: IND vs NZ : અડધી સદી ફટકાર્યા બાદ રોહિત શર્માનું દિલ તૂટી ગયું, ખરાબ રીતે થયો આઉટ
Published On - 4:59 pm, Fri, 18 October 24