IND vs NZ : 54 રનમાં 7 વિકેટ… બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને અચાનક શું થયું? બોલમાં છુપાયેલું છે રહસ્ય

|

Oct 19, 2024 | 7:34 PM

ભારતીય ટીમ બેંગલુરુ ટેસ્ટ મેચમાં ફરી એકવાર પાછળ રહી ગઈ છે. ન્યુઝીલેન્ડને આ મેચ જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો છે. એક સમયે ટીમ ઈન્ડિયા મોટો ટાર્ગેટ આપવા તરફ આગળ વધી રહી હતી, પરંતુ ટીમે તેની છેલ્લી 7 વિકેટ 54 રનમાં ગુમાવી દીધી હતી.

IND vs NZ : 54 રનમાં 7 વિકેટ… બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને અચાનક શું થયું? બોલમાં છુપાયેલું છે રહસ્ય
Team India lost 7 wickets for 54 runs
Image Credit source: PTI

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 4 દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. રમતનો ચોથો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. લગભગ બે સેશન સુધી ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડના બોલરોએ ધમાલ મચાવી દીધી હતી. હવે રમતના અંતિમ દિવસે ન્યુઝીલેન્ડને મેચ જીતવા માટે માત્ર 107 રનના લક્ષ્યનો પીછો કરવાનો છે. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા બોર્ડ પર મોટો ટોટલ લગાવવામાં સફળ થશે, પરંતુ પછી કંઈક એવું થયું જેણે આખી રમત બદલી નાખી.

ભારતે 54 રનમાં 7 વિકેટ ગુમાવી

સરફરાઝ ખાન અને રિષભ પંતે ટીમ ઈન્ડિયા માટે દિવસની શરૂઆત કરી હતી. આ બંને ખેલાડીઓની શાનદાર બેટિંગ જોવા મળી હતી. 231 રનથી દિવસની શરૂઆત કરતા આ બંને ખેલાડીઓએ ટીમના સ્કોરને 400 રનથી આગળ પહોંચાડ્યો હતો. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ એક પછી એક તમામ વિકેટો ગુમાવી દીધી. ભારતીય ટીમને ચોથો ઝટકો સરફરાઝ ખાનના રૂપમાં લાગ્યો, જ્યારે ટીમનો સ્કોર 408 રન હતો. આ પછી ભારતીય ટીમ માત્ર 54 રન બનાવી શકી અને 462 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

બોલ બદલાતા જ મેચમાં ટર્નિંગ પોઈન્ટ

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 80 ઓવર પૂરી થયા બાદ ન્યુઝીલેન્ડને નવો બોલ આપવામાં આવ્યો હતો, જે ટેસ્ટ ક્રિકેટનો નિયમ છે. બોલ બદલાયા પછી જ મેચમાં બધું બદલાઈ ગયું. ભારતીય બેટ્સમેનો નવા બોલને સારી રીતે રમી શક્યા ન હતા. જ્યારે ન્યુઝીલેન્ડને નવો બોલ મળ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 400 રન બનાવી લીધા હતા અને માત્ર 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા નવા બોલથી 62 રન જ બનાવી શકી. જેના કારણે ભારતનો બીજો દાવ 462 રન પર જ સિમિત રહ્યો હતો અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

 

સરફરાઝ-પંતે યાદગાર ઈનિંગ્સ રમી

સરફરાઝ અહેમદે આ ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ સદી પણ હતી. જ્યારે પંત 99 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ સાતમી વખત હતું જ્યારે પંત 90 કે તેથી વધુ રન બનાવ્યા બાદ સદી ચૂકી ગયો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે ચોથી વિકેટ માટે 177 રનની ભાગીદારી પણ થઈ હતી.

ન્યુઝીલેન્ડને ભારતમાં 36 વર્ષ બાદ જીતવાની તક

હવે ન્યુઝીલેન્ડ 36 વર્ષમાં પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ મેચ જીતવાની નજીક પહોંચી ગયું છે. ન્યુઝીલેન્ડે ભારતમાં છેલ્લી ટેસ્ટ મેચ 1989માં મુંબઈમાં જીતી હતી. ત્યારે સર રિચર્ડ હેડલીએ 10 વિકેટ લઈને પોતાની ટીમને 136 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ખરાબ પ્રકાશના કારણે મેચ અટકાવી દીધી

ન્યુઝીલેન્ડે ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત જ કરી હતી જ્યારે અમ્પાયરોએ ખરાબ પ્રકાશને કારણે પ્રથમ ઓવર દરમિયાન મેચ અટકાવી દીધી હતી. આ પછી ભારે વરસાદ શરૂ થયો અને દિવસની રમત સમાપ્ત જાહેર કરવામાં આવી. ટીમ અત્યાર સુધી તેની બીજી ઈનિંગમાં ચાર બોલમાં ખાતું પણ ખોલી શકી નથી. તેના બંને ઓપનિંગ બેટ્સમેન ટોમ લાથમ અને ડેવોન કોનવે ક્રીઝ પર હાજર છે. આવી સ્થિતિમાં, રમતના પાંચમાં દિવસે મેચનું પરિણામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

આ પણ વાંચો: IND vs NZ : રોહિત શર્મા-વિરાટ કોહલીએ અમ્પાયર સાથે કરી દલીલ, બેંગલુરુ ટેસ્ટમાં કેમ આવી સ્થિતિ સર્જાઈ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:33 pm, Sat, 19 October 24

Next Article