IND vs NZ: ન્યુઝીલેન્ડનો આ સ્ટાર બોલર ભારત સામેની T20 સિરીઝમાંથી થયો બહાર, કેન વિલિયમસન બાદ વધુ એક મહત્વનો ખેલાડી ટીમમાંથી બહાર

|

Nov 17, 2021 | 11:57 AM

ન્યુઝીલેન્ડ અને ભારત (India vs New Zealand) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી બુધવારથી શરૂ થઈ રહી છે. આ પછી બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.

IND vs NZ: ન્યુઝીલેન્ડનો આ સ્ટાર બોલર ભારત સામેની T20 સિરીઝમાંથી થયો બહાર, કેન વિલિયમસન બાદ વધુ એક મહત્વનો ખેલાડી ટીમમાંથી બહાર
New Zealand Cricket Team

Follow us on

ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન (Kane Williamson) બાદ ફાસ્ટ બોલર કાયલ જેમિસન (Kyle Jamieson) બુધવારથી શરૂ થઈ રહેલી ભારત સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેમિસન ટેસ્ટ ફોર્મેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી જ તેણે ટી20 શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. ત્રણ T20 મેચોની શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચો રમાવાની છે. પ્રથમ ટેસ્ટ કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાશે. 25 નવેમ્બરથી શરૂ થનારી આ ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો એક ભાગ છે.

ટીમના કોચ ગેરી સ્ટેડે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘અમે કેન વિલિયમસન અને કાયલ જેમિસન સાથે વાત કર્યા પછી નિર્ણય લીધો છે કે આ બંને ખેલાડીઓ T20 શ્રેણીમાં નહી રમે. તે ટેસ્ટ શ્રેણી માટે ટીમ સાથે જોડાશે. ન્યુઝીલેન્ડ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ચેમ્પિયન છે. તેણે આ વર્ષે જૂનમાં ભારતને હરાવીને આ ચેમ્પિયનશિપ જીતી હતી.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

 

વિલિયમસન અને જેમિસન ટેસ્ટ શ્રેણીની તૈયારી કરશે

ન્યુઝીલેન્ડ પોતાના ખિતાબને બચાવવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. ભારત સામેની શ્રેણી તેના માટે ચેમ્પિયનશિપના નવા ચક્રની પ્રથમ શ્રેણી છે. આવી સ્થિતિમાં તે જીતવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. ટીમના કોચ સ્ટેડે કહ્યું, ‘વિલિયમસન અને જેમિસન બંને ટેસ્ટ મેચની તૈયારી કરશે.

તેણે કહ્યું, ‘તેઓ બંને ટેસ્ટ મેચની તૈયારી કરશે અને મને લાગે છે કે તમે જોશો કે ટેસ્ટ ટીમના કેટલાક અન્ય ખેલાડીઓ પણ આખી શ્રેણીમાં નહીં રમે.’ સ્ટેડે કહ્યું, ‘તે પાંચ દિવસમાં ત્રણ ટી-20 મેચનું આયોજન અને ત્રણ અલગ-અલગ શહેરોની મુસાફરીને કારણે સંતુલન જાળવવાનો સમય છે. આ ખૂબ જ વ્યસ્ત સમય છે.

 

ટિમ સાઉથી ટી-20 સિરીઝમાં કેપ્ટન રહેશે

કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટિમ સાઉથી T20 ટીમનું સુકાન સંભાળશે. ઉપરાંત, ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ફિટ થઈ ગયો છે અને તે ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. જયપુર, રાંચી અને કોલકાતામાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

આ પણ વાંચોઃ IND vs PAK: ભારતીય ટીમ આગામી 4 વર્ષમાં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે, 16 વર્ષ થી જે નથી થયુ એ ટીમ ઇન્ડિયા કરશે!

આ પણ વાંચોઃ Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!

Published On - 11:53 am, Wed, 17 November 21

Next Article