Virat Kohli ને મોટા સમાચાર, ઈજાને લઈ ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ODI માં રમવુ મુશ્કેલ, ટીમ સાથે લંડન પહોંચ્યો નહીં!

|

Jul 11, 2022 | 11:02 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીની છેલ્લી બે મેચોમાં ભાગ લીધો હતો. જોકે તેણે ખાસ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન સામે આવી રહેલા સમચાર મુજબ હવે વિરાટ કોહલી ઈજાને લઈ પ્રથમ વન ડે મેચ ગુમાવી શકે છે.

Virat Kohli ને મોટા સમાચાર, ઈજાને લઈ ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ODI માં રમવુ મુશ્કેલ, ટીમ સાથે લંડન પહોંચ્યો નહીં!
Virat Kohli ઇજાને લઈ પ્રથમ વન ડે ગુમાવી શકે છે

Follow us on

ઈંગ્લેન્ડ સામે મંગળવારથી શરૂ થઈ રહેલી વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ઈજાગ્રસ્ત થયો છે અને તેનુ પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન વિરાટ કોહલીને ગ્રોઈન ઈંજરી થઈ હતી, જેના કારણે તેના માટે પ્રથમ વનડેમાં રમવું મુશ્કેલ છે. ત્રીજી T20 મેચ રવિવાર 10 જુલાઈના રોજ નોટિંગહામમાં રમાઈ હતી અને ODI શ્રેણી મંગળવાર 12 જુલાઈથી લંડનના ઓવલ ખાતેથી શરૂ થઈ રહી છે.

કોહલીની ઈજાની વિગતો વિસ્તારથી સામે આવી શકી નથી. ઈજા કેટલી ગંભીર છે તે પણ સ્પષ્ટ નથી. તેમ છતાં, ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને પ્રથમ મેચમાં બ્રેક આપી શકે છે. જેથી તે આગામી બે મેચો માટે ઉપલબ્ધ રહે. શ્રેણીની બીજી મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં અને ત્રીજી મેચ 17 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાવાની છે.

કોહલીને આ ઈજા કયા સમયે થઈ તે હજુ સ્પષ્ટ નથી. રિપોર્ટ અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું, “વિરાટને છેલ્લી મેચ દરમિયાન ગ્રોઈન ઈંજરી થઈ છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આવું બેટિંગ દરમિયાન થયું કે ફિલ્ડિંગ દરમિયાન. તે કદાચ આવતીકાલની મેચ નહીં રમે.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

કોહલી લંડન પહોંચ્યો નહીં

એટલું જ નહીં, મળતી માહિતી મુજબ કોહલી ટીમ બસમાં નોટિંગહામથી લંડન પણ આવ્યો નથી. તેની પાછળ મેડિકલ ચેકઅપ એક કારણ હોઈ શકે છે. શિખર ધવન, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા, જેમને સોમવારે માત્ર ODI ટીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ જ કારણ છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં પાંચ મેચની T20 સીરીઝ માટે હવે મંગળવારે ટીમની પસંદગી કરવામાં આવશે.

પહેલાથી જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કોહલી માટે આ સારા સમાચાર નથી. ટીમ ઈન્ડિયા અને કોહલી માટે પોતે ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણ છે અને આવી સ્થિતિમાં તેના માટે દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં તે ન માત્ર રન બનાવીને તેની ખોવાયેલી ગતિ પાછી મેળવી શકે છે, સાથે જ T20 વર્લ્ડ કપ ટીમ માટે દાવો પણ કરી શકે છે.

Published On - 9:04 pm, Mon, 11 July 22

Next Article