IND vs ENG: ચેતેશ્વર પુજારાને ટીમ ઇન્ડીયા પ્લેયીંગ ઇલેવનથી બહાર કરવા વિચારવા લાગ્યુ ટીમ મેનેજમેન્ટ

|

Jun 27, 2021 | 9:00 AM

ભારત માટે હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરવો જરુરી છે. આ માટે ટીમ માં ધરખમ ફેરફારો થઇ શકે છે. જેને લઇ પુજારા જેવા બેટ્સમેનોએ બહાર બેસવુ પડી શકે છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારાને ટીમ ઇન્ડીયા પ્લેયીંગ ઇલેવનથી બહાર કરવા વિચારવા લાગ્યુ ટીમ મેનેજમેન્ટ
Cheteshwar Pujara

Follow us on

WTC Final માં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હાર મળી હતી. ભારતીય બેટ્સમેનોએ આ ટેસ્ટ મેચમાં ખૂબ નિરાશ કર્યા હતા. ભારતીય બેટ્સમેનોએ આ ટેસ્ટ મેચમાં ખૂબ નિરાશ કર્યા હતા. ટેસ્ટ મેચમાં ભારતના મજબૂત સ્તંભ કહેવાતા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ફ્લોપ રહ્યો હતો. ભારતે હવે આગામી ઓગષ્ટ માસથી ઇંગ્લેન્ડ (England) સામેની ટેસ્ટ શ્રેણી રમાનારી છે. ટીમ મેનેજમેન્ટ હવે તેમાં પુજારાને પ્લેયીંગ ઇલેવનની બહાર કરવા વિચારી રહ્યુ છે.

પુજારાના સતત નિષ્ફળ પ્રદર્શનને લઇને મેનેજમેન્ટ તે બાબત પર વિચાર કરી રહ્યુ છે. તેના ફ્લોપ શોને લઇ વિરાટ કોહલી અને અજીંકય રહાણે પર દબાણ વધી જાય છે. આમ હવે ટીમ મેનેજમેન્ટે પુજારાને લઇ આકરા નિર્ણયનો પ્રયાસ કરી શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ ચેતેશ્વર પુજારાને હટાવવા વિચાર કરી રહ્યુ છે. પુજારાને સ્થાને કે.એલ. રાહુલ અથવા હનુમા વિહારી સામેલ કરી શકે છે. આ ઉપરાંત વિરાટ કોહલીને નંબર 3 પર જ પ્રમોટ કરવામાં આવી શકે છે. અત્યાર સુધી તે ટેસ્ટ મેચમાં 4 નબર પર રમે છે. પુજારા ટીમ ઇન્ડીયા માટે સફળતાઓ મેળવનાર ટેસ્ટનો સફળ અને મહત્વનો બેટ્સમેન રહ્યો છે. જોકે WTC Final સહિત કેટલાક નિરાશાજનક પ્રદર્શનને લઇને તેમને બહાર બેસાડવા પર વિચાર કરાઇ રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જાન્યુઆરી 2020 બાદ પુજારાના બેટીંગના આંકડાઓ પર નજર કરીએ, તો તેનો સ્ટ્રાઇક રેટ 30.20 રહ્યો છે. પુજારાનો આ દરમ્યાન સર્વાધિક સ્કોર 77 રન છેજે તેણે ઓસ્ટ્રેલીયા સામે સિડની ટેસ્ટ વેળા લગાવ્યા હતા.

પુજારાએ પોતાની છેલ્લી 30 ઇનીંગ દરમ્યાન એક પણ શતક લગાવી શક્યો નથી. જાન્યુઆરી 2020 થી પુજારાની સરેરાશ માત્ર 26.35 જ રહ્યો છે. જ્યારે તેની ડિફેન્સીવ રણનિતી વિપક્ષને પરત ફરવા માટે વધારે મોકા આપે છે. અંતિમ શતક લગાવવા બાદ તે 9 વખત તો સિંગલ ડિઝીટ નો સ્કોર બનાવ્યો છે. આવામાં ટીમ ઇન્ડીયા આવામાં પોતાની બેન્ચનો ઉપયોગ કરી શકે છે. તેમની પાસે બેન્ચમાં સક્ષમ ખેલાડી કે.એલ. રાહુલ અને હનુમા વિહારી છે.

Published On - 7:29 am, Sun, 27 June 21

Next Article