IND VS ENG: રોહિત શર્મા-વિરાટ કોહલીએ તમામ મર્યાદાઓ તોડી, છૂટનો ખોટો ફાયદો ઉઠાવ્યો, તેમની હરકતો જોઇ ભડક્યું BCCI

|

Jun 22, 2022 | 6:28 AM

India vs ઈંગ્લેન્ડ: સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) માસ્ક વગર લંડનના રસ્તાઓ પર ફરે છે અને ચાહકો સાથે ફોટા પડાવી રહ્યા છે.

IND VS ENG: રોહિત શર્મા-વિરાટ કોહલીએ તમામ મર્યાદાઓ તોડી, છૂટનો ખોટો ફાયદો ઉઠાવ્યો, તેમની હરકતો જોઇ ભડક્યું BCCI
Rohit Sharma and Virat Kohli (PC: TV9)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ ઈંગ્લેન્ડની ધરતી પર પગ મુક્યો છે (ENG vs IND). ટીમ ઈન્ડિયાએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ કેમ્પ પણ શરૂ કર્યો છે. 24 જૂને વોર્મ-અપ મેચ છે અને તેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) , રોહિત શર્મા (Rohit Sharma) ની હરકતોથી BCCI નારાજ થઈ ગયું છે. આ નારાજગીનું કારણ એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમના ફેન્સ સાથે ફોટો પડાવે છે. તમને જણાવી દઈએ કે લંડન પહોંચ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા અને તેઓએ ફેન્સ સાથે ફોટા પડાવવા માટે પોઝ પણ આપ્યા હતા.

આ દરમિયાન ખેલાડીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. જે બાદ BCCI એ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું છે કે આ મુદ્દે ખેલાડીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ઇનસાઇડ સ્પોર્ટ સાથેની વાતચીતમાં BCCI ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું, યુકેમાં કોવિડનો ખતરો ઓછો થયો છે પરંતુ તેમ છતાં ખેલાડીઓએ સાવચેતી રાખવી જોઈએ. અમે ટીમને કહીશું કે તેઓ થોડી વધુ કાળજી રાખે.

ન્યુઝીલેન્ડ ટીમ પર પણ કોરોનાનો ફટકો પડ્યો હતો

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોઈ બાયો બબલ નથી. પરંતુ કોરોનાના કેસો ખતમ નથી થયા. બ્રિટનમાં દરરોજ કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડની ટીમને પણ કોરોનાથી ઘણું નુકસાન થયું હતું. તેના કેપ્ટન કેન વિલિયમસન, ટોમ લાથમ, ડેવોન કોનવેને પણ કોરોના થયો છે અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 0-2 થી પાછળ છે. આવી સ્થિતિમાં હવે બીસીસીઆઈ નથી ઈચ્છતી કે તેના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવે. કારણ કે તેની પાસે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવાની સારી તક છે અને તે પછી ટી20 અને વનડે શ્રેણી યોજાવાની છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોરોનાના કારણે પાંચમી ટેસ્ટ સ્થગિત થઇ હતી

તમને જણાવી દઈએ કે એજબેસ્ટનમાં 1 જુલાઈથી જે ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ ગયા વર્ષે કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ગયા વર્ષે લંડનમાં રવિ શાસ્ત્રીની બુક લૉન્ચ ઈવેન્ટ બાદ તેઓ પોતે પણ કોવિડ પોઝિટિવ થયા હતા અને કોચિંગ સ્ટાફ પણ વાયરસનો શિકાર બન્યો હતો. આ પછી રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા ખેલાડીઓએ પાંચમી ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. હવે આ ખેલાડીઓ જે રીતે લંડનની સડકો પર ફરે છે તે જોતા આગળની સ્થિતિ સારી દેખાઈ રહી નથી.

Published On - 3:33 pm, Tue, 21 June 22

Next Article