IND vs ENG : ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અચાનક ઈંગ્લેન્ડ પહોંચ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલાનો ફોટો થયો વાયરલ

રોહિત શર્માએ બે મહિના પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી, ભૂતપૂર્વ કેપ્ટન પોતાની રજાઓનો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં, તે તેના પરિવાર સાથે યુરોપમાં મુસાફરી કરી રહ્યો હતો અને ત્યાંથી તે અચાનક ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે.

IND vs ENG : ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અચાનક ઈંગ્લેન્ડ પહોંચ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલાનો ફોટો થયો વાયરલ
Rohit Sharma
Image Credit source: PTI
| Updated on: Jul 10, 2025 | 5:27 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી ભારે ઉત્સાહ સાથે આગળ વધી રહી છે. શ્રેણીની બે મેચ પૂર્ણ થઈ ગઈ છે અને ત્રીજી ટેસ્ટ મેચ પણ 10 જુલાઈથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થઈ ગઈ છે. આ મેચમાં જીત મેળવી ટીમ ઈન્ડિયા શ્રેણીમાં લીડ મેળવવાની આશા રાખશે. આ બધા વચ્ચે, ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ અચાનક ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થયા છે સાથે જ ફેન્સનો ઉત્સાહ પણ વધ્યો છે. પરંતુ રોહિત ઈંગ્લેન્ડ કેમ પહોંચ્યો તે મોટો સવાલ છે.

બોબી દેઓલ સાથેનો ફોટો થયો વાયરલ

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થઈ ગઈ છે. જ્યાં બધાની નજર મેદાન પર હતી, ત્યાં જ અચાનક સોશિયલ મીડિયા પર એક ફોટાએ ધમાલ મચાવી દીધી. આ ફોટો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માનો હતો અને તેની સાથે બોલિવૂડ સ્ટાર બોબી દેઓલ પણ હતો. આ ફોટો ખુદ બોબી દેઓલે પોસ્ટ કર્યો હતો અને તેણે એમ પણ લખ્યું હતું કે તે લંડનમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યો છે.

 

રોહિત ભારત-ઈંગ્લેન્ડ મેચ જોવા લોર્ડ્સ પહોંચશે?

રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી તે મેદાનમાં પાછો ફર્યો નથી. આવી સ્થિતિમાં, રોહિત શર્મા હાલમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, હિટમેન તેના પરિવાર સાથે યુરોપમાં રજાઓનો આનંદ માણી રહ્યો હતો. ત્યાંથી, તે અચાનક ઈંગ્લેન્ડ પહોંચ્યો. હવે એ સ્પષ્ટ નથી કે રોહિત ભારત-ઈંગ્લેન્ડ મેચ જોવા માટે લોર્ડ્સ પહોંચશે કે નહીં. લોર્ડ્સ ટેસ્ટ ઉપરાંત, આ સમયે ઈંગ્લેન્ડમાં વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ પણ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, રોહિત આ ટુર્નામેન્ટના સેમિફાઈનલ કે ફાઈનલમાં પણ ભાગ લઈ શકે છે.

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

મેચની વાત કરીએ તો, શ્રેણી 1-1 થી બરાબર થયા પછી, બંને ટીમો લોર્ડ્સમાં લીડ લેવાના ઈરાદા સાથે આવી છે. જોકે, છેલ્લી બે ટેસ્ટની જેમ, આ મેચમાં પણ ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટોસ જીતવામાં નિષ્ફળ ગયો અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ફરીથી પોતાની પસંદગીનો નિર્ણય લીધો. છેલ્લી બે મેચથી વિપરીત, સ્ટોક્સે આ વખતે પોતાની ટીમ માટે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત 1 ફેરફાર કરવામાં આવ્યો છે અને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.

આ પણ વાંચો: IND vs ENG : ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યું ખાસ સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:27 pm, Thu, 10 July 25