
માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કર્યા પછી, ટીમ ઈન્ડિયા 31 જુલાઈએ ઓવલના મેદાનમાં ઉત્સાહ સાથે પ્રવેશ કરશે. એક તરફ ઈંગ્લેન્ડ આ ટેસ્ટ શ્રેણી 3-1 થી જીતવા માંગશે, તો બીજી તરફ ટીમ ઈંન્ડિયા છેલ્લી ટેસ્ટ જીતીને શ્રેણી 2-2 થી બરાબર કરવા માંગશે. આ દરમિયાન, હવામાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ટેસ્ટ મેચમાં વરસાદની પણ શક્યતા છે.
ઓવલ ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈથી ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન હવામાન પોતાનો ખેલ બતાવી શકે છે. પહેલા દિવસે ઓવલ ખાતે વરસાદની 20 ટકા શક્યતા છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જે ઝડપી બોલરોને ઘણી મદદ કરશે. બીજા અને ત્રીજા દિવસે હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે.
આ સમય દરમિયાન, તાપમાન 22 થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે, જે બેટ્સમેનોને ઘણી મદદ કરશે. ચોથા દિવસે પણ હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે, પરંતુ છેલ્લા દિવસે ફરીથી હળવો વરસાદ પડી શકે છે, જે બેટિંગ ટીમને નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન ટોસ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.
ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે, છેલ્લી ટેસ્ટ મેચમાં ટોસની ભૂમિકા ઘણી વધી જાય છે. ટોસ જીત્યા પછી, બંને ટીમો પહેલા બોલિંગ કરવા માંગશે, કારણ કે ફાસ્ટ બોલરોને પહેલા દિવસે મદદ મળી શકે છે. જોકે, બીજા અને ત્રીજા દિવસે આ પિચ બેટ્સમેનોને મદદરૂપ થશે.
ઓવલની પિચ સામાન્ય રીતે સપાટ હોય છે. શરૂઆતના બે દિવસ ફાસ્ટ બોલરોને પિચમાંથી ઘણો ઉછાળો મળે છે. જોકે, જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ-તેમ પિચ ક્રેક થવા લાગે છે, જે સ્પિનરોને ઘણી મદદ કરે છે. તાજેતરની ટેસ્ટ મેચોમાં, ઓવલ ખાતે પ્રથમ ઈનિંગ્સનો સરેરાશ સ્કોર 350-400ની આસપાસ રહ્યો છે.
આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમને વધુ ફાયદો થયો છે. અત્યાર સુધીમાં તેના પર 17 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં પહેલા બેટિંગ કરનારી ટીમોએ 8 વખત જીત મેળવી છે, જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે 6 વખત જીત મેળવી છે. ત્રણ મેચ ડ્રો થઈ છે. વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો: Breaking News : ઓવલ ટેસ્ટ માટે ટીમની જાહેરાત, કેપ્ટન પ્લેઈંગ-11 માંથી બહાર, ટીમમાં ચાર ફેરફાર
Published On - 5:16 pm, Wed, 30 July 25