IND vs ENG : જો ભારત હારી જાય તો મોહમ્મદ સિરાજ સૌથી મોટો વિલન બનશે, તેના એક કેચે આખી મેચ બદલી નાખી

ભારતીય ક્રિકેટ ટીમ ઓવર ટેસ્ટ મેટમાં સારી સ્થિતિમાં નથી અને આ વાતની સંભાવના છે કે, ટીમ ઈન્ડિયા આ મેચ ગુમાવી પણ શકે છે. જો ભારત આ મેચ હારે છે તો આના માટે મોહમ્મદ સિરાજ જવાબદાર રહેશે. જેને પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર હેરી બ્રુકનો કેચ લીધો હતો પરંતુ બાઉન્ડ્રીને અંદર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ શું થયું બધાને ખબર છે.

IND vs ENG : જો ભારત હારી જાય તો મોહમ્મદ સિરાજ સૌથી મોટો વિલન બનશે, તેના એક કેચે આખી મેચ બદલી નાખી
| Updated on: Aug 04, 2025 | 12:45 PM

મોહમ્મદ સિરાજે ઓવલ ટેસ્ટ મેચના ચોથા દિવસે હેરી બ્રુકનો કેચ બાઉન્ડ્રીની પાસે પકડ્યો હતો પરંતુ પોતાના શરીર પર બેલેન્સ કરી શક્યો નહી અને બાઉન્ડ્રી લાઈનની બહાર ચાલ્યો ગયો હતો. બ્રુકની આ વિકેટ ભારતને મળી નહી. જો આ કેચ મોહમ્મદ સિરાજ લઈ લેત તો સ્થિતિ બદલી શકત અને ભારત મેચમાં વાપસી કરી લેત. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમા દિવસની રમત શરૂ થતાં જ બધાની નજર ઓવલ પર રહેશે. આવું થવાનું જ છે કારણ કે કોણ જીતે છે કે હારે છે, તેમાં વધુ સમય લાગશે નહીં.

 

મોહમ્મદ સિરાજ સૌથી મોટો વિલન બનશે

જે સમયે સિરાજે હેરી બ્રુકનો કેચ લીધો તે સમયે તે 22 બોલ પર 25 રન બનાવી ચૂક્યો હતો.પરંતુ હવે તેનો કેચ પકડી શક્યો નહી. અને આ કેચ ભારતીય ક્રિકેટ ટીમને ખુબ મોંઘો પડ્યો છે. બુક્રે ત્યારબાદ 98 બોલ પર 2 સિક્સ અને 14 ચોગ્ગાની મદદથી 111 રનની ઈનિગ્સ રમી છે.બ્રુકની આ ઈનિગ્સ સાથે જો રુટ સાથે તેની પાર્ટનરશીપ બાદ ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે બેકફુટ પર આવી ગઈ હતી. બુક્રે રુટ સાથે મળી 195 રનની પાર્ટનરશીપ કરી છે. ત્યારબાદ રુટે સદી ફટકારી હતી.

 

 

ચોથા દિવસે વરસાદના કારણે રમત જલ્દી પૂર્ણ કરવામાં આવી હતી. હવે ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રન બનાવવાની જરરુ છે. જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 4 વિકેટ લેવી પડશે.હવે જોવાનું રહેશે કોણ જીતે છે.ઈંગ્લેન્ડને 35 રનની જરૂર છે અને ભારતને બાકીની 4 વિકેટની જરૂર છે.

આ ઓવલ ટેસ્ટના પાંચમા દિવસની વાસ્તવિકતા છે. હવે પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે? ઈંગ્લેન્ડ સાથે સિરીઝનો સ્કોર કેવી રીતે બરાબર થશે? તો પ્લાન ખૂબ જ સરળ છે. ઈંગ્લેન્ડ સાથે પણ એવું જ કરો જેવું તમે પહેલા 32 વખત કર્યું છે. 33મી વખત પણ તેમને એ જ રીતે હરાવો.

જો આપણે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલા 71 સેશનની વાત કરીએ તો, ભારતે 32 જીતની સરખામણીમાં ઈંગ્લેન્ડે 21 સેશન જીત્યા છે. તે જ સમયે, બંને ટીમો વચ્ચે 18 સેશન ડ્રો થયા છે.

‘મિયાં મેજિક’ મોહમ્મદ સિરાજનો આજે છે જન્મદિવસ, ભાઈ છે એન્જિનિયર આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 11:18 am, Mon, 4 August 25