IND vs ENG: કેવિન પિટરસને રવિન્દ્ર જાડેજાના કર્યા વખાણ, કહ્યુ ઇંગ્લેંડ પાસે તેના જેવા ખેલાડીની ખોટ

|

Jun 04, 2021 | 11:52 AM

ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેંડની ધરતી પર ઉતરતા જ ચર્ચાઓ શરુ થઇ છે. આ ચર્ચામાં કેવિન પિટરસન (Kevin Pietersen) કેમ પાછળ રહી જાય. પિટરસને હવે ઇંગ્લેંડ ક્રિકેટને સલાહ આપવા લાગ્યો છે, કે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) જેવા પ્લેયરની તેમની પાસે ખોટ છે.

IND vs ENG: કેવિન પિટરસને રવિન્દ્ર જાડેજાના કર્યા વખાણ, કહ્યુ ઇંગ્લેંડ પાસે તેના જેવા ખેલાડીની ખોટ
Kevin Pietersen-Ravindra Jadeja

Follow us on

ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેંડની ધરતી પર ઉતરતા જ ચર્ચાઓ શરુ થઇ છે. ઇંગ્લેંડ માં ચોતરફ ટીમ ઇન્ડીયાના એક એક ખેલાડીના કરિયર અને તેની ખાસિયતોને લઇ ચર્ચા થવા લાગી છે. તો આ ચર્ચામાં કેવિન પિટરસન (Kevin Pietersen) કેમ પાછળ રહી જાય. પિટરસને હવે ઇંગ્લેંડ ક્રિકેટને સલાહ આપવા લાગ્યો છે, કે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) જેવા પ્લેયરની તેમની પાસે ખોટ છે.

પિટરસને ઇંગ્લેંડ ના ઉભરતા ખેલાડીઓને પણ સલાહ આપી છે કે, જો તેઓ ટેસ્ટ કરિયર લાંબુ ઇચ્છતા હોય તો, રવિન્દ્ર જાડેજા ને જુએ. પિટરસને કહ્યુ ઇંગ્લેંડ માં રવિન્દ્ર જાડેજા જેવા પ્લેયરની જરુર છે. જે લેફ્ટ આર્મ સ્પિનર સાથે બેટીંગ અને ફિલ્ડીંગમાં પણ માહિર હોય. આમ પિટરસને ભારતીય ટીમ ઇંગ્લેંડ પહોંચતા વેંત જ ભારતીય ખેલાડીઓની ખાસિયતોને બતાવવી શરુ કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, ઇંગ્લેંડ ટીમમાં એ જોઇને નિરાશા થાય છે. કે ટીમ પાસે ઇન્ટરનેશનલ લેવલનો લેફ્ટ આર્મ સ્પિનર નથી, જે બોલીંગ કરી શકે. ટેસ્ટ ક્રિકેટ, વન ડે અને ટી20 આંતરરાષ્ટ્રીય માં જુઓ રવિન્દ્ર જાડેજા એ ટીમ માટે શુ કર્યુ છે. રવિન્દ્ર જાડેજાએ 220 ટેસ્ટ વિકેટ અને મર્યાદિત ફોર્મેટની ક્રિકેટમાં 227 વિકેટ મેળવી છે. જાડેજાની ટેસ્ટ ક્રિકેટમાં બેટીંગ સરેરાશ 36.18 પર પહોંચી છે. તે પોતાના કરિયરના બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કેવિન પિટરસને માન્યુ હતુ કે, ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એ આ દિશામાં કામ કરવુ જોઇએ. આમ પિટરસને જાડેજાના વખાણ કરવા સાથે ઇંગ્લેંડના નવા ખેલાડીઓ અને બોર્ડને પણ સલાહ આપી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેંડને મજબૂત કરવા હવે જાડેજા જેવા ખેલાડીઓ ને જોઇ શિખવાની જરુર છે. સાથે જ જાડેજા જેવા ખેલાડીઓ તૈયાર કરવાની જરુર છે. ભારત અને ઇંગ્લેંડ (India Vs England) વચ્ચે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાનારી છે.

Next Article