IND vs ENG: હેંડિગ્લે ટેસ્ટ મેચના સ્ટેડિયમ પરથી પ્લેન ઉડાવી ઈંગ્લીશ ક્રિકેટના ધજાગરાં ઉડાવ્યા! લખ્યો એવો સંદેશ કે ECB શરમથી ઝુકી જાય

|

Aug 27, 2021 | 11:47 PM

લીડ્ઝ ટેસ્ટ (Leeds Test0 મેચમાં આમ તો શરુઆતને લઈને ઈંગ્લીશ ક્રિકેટરો ખુશ છે. પરંતુ ત્રીજા દિવસની રમત ભારતને નામ રહી, ઉપરથી આ વિમાને રહી સહી કસર પુરી કરીને ECBના ધજાગરા ઉડાવી દીધા હતા!

IND vs ENG: હેંડિગ્લે ટેસ્ટ મેચના સ્ટેડિયમ પરથી પ્લેન ઉડાવી ઈંગ્લીશ ક્રિકેટના ધજાગરાં ઉડાવ્યા! લખ્યો એવો સંદેશ કે ECB શરમથી ઝુકી જાય
India vs England

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે હેંડિગ્લે (Headingley) ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શુક્રવારે ત્રીજા દિવસની રમત રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમ (Team India) ઈંગ્લેન્ડના વિશાળ સ્કોરને પાર પાડવા માટે દમ લગાવી રહી છે. આ દરમ્યાન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (England and Wales Cricket Team)ને એક અપ્રિય ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.

 

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મેચ દરમ્યાન મેદાનના ઉપરથી એક પ્લેન પસાર થયુ હતુ. જે પ્લેન દ્વારા એક સંદેશ આકાશમાં લખેલો દર્શાવ્યો હતો. જે સંદેશો ECBની વિરુદ્ધ લખેલો હતો. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા સત્ર દરમિયાન, એક પ્લેન જમીન ઉપરથી બહાર આવ્યું, જેના પર લખ્યું હતું કે “ECB દૂર કરો, ટેસ્ટ ક્રિકેટ બચાવો.” આ ઘટના ભારતની બીજી ઈનિંગની 25મી ઓવરમાં બની હતી.

ત્રીજા દિવસની રમત, રોહિત, પુજારા અને કોહલીના નામે

ચેતેશ્વર પુજારાએ 91 રનની જબરદસ્ત ઈનીંગ રમી હતી. તે દિવસના અંતે માત્ર 9 રનથી શતકથી દૂર છે. પુજારાએ શરુઆતથી જ બેટને ખોલીને રમત શરુ કરી મેદાન પર એક બાદ એક બાઉન્ટ્રી લગાવવાની શરુ કરી હતી. તેની રમતે ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે આજના દિવસની રમત દરમ્યાન 15 ચોગ્ગા લગાવ્યા હતા. વિરાટ કોહલીએ 45 રનની ઈનીંગ રમી હતી. આ માટે તેણે 94 બોલનો સામનો કર્યો હતો. કોહલી અને પુજારાએ 99 રનની ભાગીદારી રમત રમી હતી. આ પહેલા રોહિત શર્માએ શાનદાર શતક જમાવ્યુ હતુ. ઓપનર તરીકે તેણે શાનદાર શરુઆતનો પ્રયાસ કર્યો હતો.

 

ઈંગ્લેન્ડે મજબૂત લીડ મેળવી હતી

ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને દબાણમાં લાવી દીધુ હતુ. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શકી નહોતી અને માત્ર 78 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે જવાબમાં મોટો સ્કોર કર્યો અને પોતાની પ્રથમ ઈનિંગમાં 423 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમના સિવાય ડેવિડ માલાને અને ત્યારબાદ હસીબ હમીદે 68 રનનું યોગદાન આપ્યું હતું.

 

ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે -બે વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહને પણ બે સફળતા મળી. ઈંગ્લેન્ડે આઠ વિકેટે 423 રન સાથે મેચના ત્રીજા દિવસની શરૂઆત કરી હતી. બીજા દિવસે અણનમ પરત ફરેલા ક્રેગ ઓવરટન અને ઓલી રોબિન્સને અહીંથી ઈંગ્લેન્ડની ઈનિંગને આગળ ધપાવી હતી. જસપ્રિત બુમરાહે રોબિન્સનને આઉટ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત કર્યો હતો.

 

 આ પણ વાંચોઃ IND vs ENG: બોલો, વિરાટ કોહલીના સ્થાને અન્ય ખેલાડી મેદાનમાં બેટીંગ કરવા ઉતરી પડ્યો! ગાર્ડે ધક્કા મારી બહાર કાઢ્યો, જુઓ

આ પણ વાંચોઃ CPL 2021: ક્રિસે ગેઇલે એવી તોફાની ‘સિક્સર’ લગાવી દઇ બતાવી દીધુ કે ઢળતી ઉંમરે પણ કેમ યુનિવર્સ ‘બોસ’ કહેવાય છે, જુઓ VIDEO

 

Next Article