IND vs ENG: ચેતેશ્વર પુજારાએ એજબેસ્ટનમાં સુનિલ ગાવાસ્કરનો રેકોર્ડ તોડ્યો, 36 વર્ષ જૂનો વિક્રમ પોતાને નામ કર્યો

|

Jul 04, 2022 | 9:18 AM

ત્રીજા દિવસની રમતના અંતે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) બીજા દાવમાં 50 રને અણનમ રહ્યો હતો. તેણે 139 બોલમાં 5 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પટૌડી સિરીઝમાં પુજારાની આ ચોથી ફિફ્ટી છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારાએ એજબેસ્ટનમાં સુનિલ ગાવાસ્કરનો રેકોર્ડ તોડ્યો, 36 વર્ષ જૂનો વિક્રમ પોતાને નામ કર્યો
Cheteshwar Pujara અડધી સદી સાથે રમતમાં છે Image Credit: AFP

Follow us on

એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) હાલમાં ટીમ ઈન્ડિયાના હાથમાં જોવા મળી રહી છે, તો ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) તેનું મોટું કારણ છે. ત્રીજા દિવસની રમતના અંતે પુજારા બીજા દાવમાં 50 રને અણનમ રહ્યો હતો. તેણે 139 બોલમાં 5 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પટૌડી સિરીઝમાં પુજારાની આ ચોથી ફિફ્ટી છે. જોકે, તે ચોથા દિવસની રમતમાં પોતાની ચોથી અડધી સદીને સદીમાં પરિવર્તિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ, તે પહેલા તેણે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ના બે રેકોર્ડ સાથે પોતાને જોડીને એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડને ભારે ટેન્શન આપ્યું છે. આમાં તેણે એક રેકોર્ડની બરાબરી કરી છે, જ્યારે બીજા રેકોર્ડને તોડ્યો છે.

એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે 50 રન બનાવીને અણનમ રહેલા પુજારાએ પણ ઋષભ પંત સાથે ચોથી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી દરમિયાન પંત 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. એટલે કે ચોથા દિવસે આ ભાગીદારી જેટલી મોટી હશે તેટલી જ ઈંગ્લેન્ડનું ટેન્શન વધશે.

પુજારાએ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો

ઓપનીંગમાં આવેલા ચેતેશ્વર પુજારાએ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. જ્યારે આ કેસમાં તેનો રેકોર્ડ બરાબર છે. તેથી તેણે એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે સુનીલ ગાવસ્કરને તોડ્યો તે સેના દેશોમાં સૌથી વધુ 100 પ્લસ બોલનો સામનો કરવાનો રેકોર્ડ છે. પુજારાએ એજબેસ્ટનમાં 24મી વખત આવું કર્યું. જ્યારે ગાવસ્કરનો રેકોર્ડ 23 વખત હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ મામલામાં ભારતીય રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નામે છે, જેમણે 38 વખત આવું કર્યું છે. તે જ સમયે, સચિન તેંડુલકરે સેના દેશમાં 32 વખત 100 થી વધુ બોલ રમ્યા છે. જ્યારે વિરાટ કોહલી 25 વખત આવું કરીને ત્રીજા નંબર પર છે.

ગાવસ્કરના 36 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી

હવે જાણીએ એ રેકોર્ડ વિશે કે જેની સાથે પુજારાએ ગાવસ્કરની બરાબરી કરી છે. આ રેકોર્ડ 36 વર્ષ જૂનો છે. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કર પછી પુજારા એજબેસ્ટનમાં અડધી સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બની ગયો છે. મેચમાં પુજારા 50 રન સાથે રમતમાં છે. તેણે ધીરજપૂર્વક રમત રમીને ભારતીય ટીમનો એક છેડો સાચવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે તેની સામેના છેડે શુભમન ગિલ 4 રન, હનુમા વિહારી 10 રન અને વિરાટ કોહલી 20 રન નોંધાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા.

Published On - 9:12 am, Mon, 4 July 22

Next Article