IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થતા જ IPL ને જવાબદાર ઠેરવી દીધી, તો ઇંગ્લેન્ડના બીગ બોસે આપ્યો આકરો જવાબ

|

Sep 11, 2021 | 7:56 AM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 10 થી 14 સપ્ટેમ્બર વચ્ચે માંચેસ્ટરમાં ટેસ્ટ મેચ રમાનારી હતી. જેના 4 દિવસ બાદ જ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં IPL 2021ના બિજા હીસ્સાની રમત શરુ થશે.

IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થતા જ IPL ને જવાબદાર ઠેરવી દીધી, તો ઇંગ્લેન્ડના બીગ બોસે આપ્યો આકરો જવાબ
Joe Root-Virat Kohli

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ થતાં દરેક ચાહક નિરાશ છે. ભારતીય ક્રિકેટ ચાહકો તેમની ટીમને ટેસ્ટ શ્રેણી જીતવાની પળ જોવાનું ચૂકી ગયા હતા. જ્યારે ઇંગ્લેન્ડમાં ચાહકો રોમાંચક ટેસ્ટ શ્રેણીના ભવ્ય અંતનો આનંદ માણવાથી ચુકી ગયા હતા. ભારતીય ટીમમાં કોરોના વાયરસના કેસો આવવાના કારણે, માંચેસ્ટર ટેસ્ટ (Manchester Test) શરૂ થવાના થોડા કલાકો પહેલા જ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ ઇંગ્લેન્ડના મીડિયાથી લઇને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો આ માટે IPL ના લોભને જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસને આવા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે. હેરિસને સ્પષ્ટતા કરી છે કે ટેસ્ટ મેચ રદ થવાનો IPL સાથે કોઈ સંબંધ નથી.

માંચેસ્ટર ટેસ્ટ 10 થી 14 સપ્ટેમ્બર દરમ્યાન રમાવાની હતી. ત્યારબાદ ટૂંક સમયમાં ભારત અને ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ IPL 2021 માટે સીધા યુએઈ જવાના હતા. બાકીની ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ પત્રકારો આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય ખેલાડીઓ અને બીસીસીઆઇ તેમની T20 ટુર્નામેન્ટને કોઈ પણ રીતે રદ થવા દેવા માંગતા ન હતા અને તેઓએ આ માટે ટેસ્ટ મેચનું બલિદાન આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આઈપીએલ આ માટે જવાબદાર નથી

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓ, જેઓ ટેસ્ટ મેચ રદ થતા પહેલા ભારતીય ખેલાડીઓને મનાવવામાં વ્યસ્ત છે. આ દરમ્ચાન તેમણે આવા કોઈ પણ દાવાને ફગાવી દીધો છે. મીડિયા રિપોર્ટસ મુજબ વાત કરતા હેરિસને કહ્યું કે, આઈપીએલના સમય પત્રકમાં ફેરફારને કારણે આ સ્થિતિ પેદા થઈ નથી. હું મૂળભૂત રીતે એક સેકન્ડ માટે પણ માનતો નથી, આવું નથી.

ટેસ્ટ ક્રિકેટ માટે ભારતીય ટીમના જુસ્સા વિશે વાત કરતા હેરિસને કહ્યું કે, આ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે એટલા જ ઝનૂની છે. જેટલા આપણા દેશમાં ચાહકો છે અને જેટલા અમારા ટીમ છે. ભારતે વિચાર્યું કે તે એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં તે મેદાન લઇ શકતો નથી, તે સમજી શકાય છે.

BCCI એ ફરીથી આયોજનનો પ્રસ્તાવ

ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ BCCI એ ECB ને પ્રસ્તાવ મુક્યો છે કે આ મેચને અલગ સમયે ફરીથી ગોઠવવામાં આવે. જેથી ઇંગ્લિશ બોર્ડ અને લેન્કેશાયર કાઉન્ટીને આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકાય. તેમજ તેમાં હાજર ક્રિકેટ ચાહકોને પણ ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયાને ફરી રમતા જોવાની તક મળે. ECB એ આ વિશે કહ્યું છે કે તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ટેસ્ટ આ શ્રેણીનો ભાગ નહીં હોય.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’

આ પણ વાંચોઃ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ BCCIની નહતી લીધી પરવાનગી, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ મળશે સજા?

Next Article