IND vs ENG: 6 મેચમાં 17 કેચ છોડ્યા, ભારતીય ખેલાડીઓ શું કરી રહ્યા છે, T20 વર્લ્ડ કપ હાર્યા પછી સુધારો થશે?

|

Jul 16, 2022 | 1:26 PM

Indian Players Fielding: ભારતીય ટીમ (Team India) ઈંગ્લેન્ડ પ્રવાસ પર સારું ક્રિકેટ રમી રહી છે. ટેસ્ટ મેચમાં સારી સ્થિતિમાંથી હાર્યા બાદ ટીમે ટી20માં બોલરો અને બેટ્સમેનોની મદદથી જીત મેળવી હતી. વનડે શ્રેણી 1-1થી બરાબર છે. પરંતુ ખેલાડીઓ ફિલ્ડિંગમાં સુધારો કરી રહ્યા નથી. દરેક મેચમાં કેચ છોડવામાં આવી રહ્યા છે.

IND vs ENG: 6 મેચમાં 17 કેચ છોડ્યા, ભારતીય ખેલાડીઓ શું કરી રહ્યા છે, T20 વર્લ્ડ કપ હાર્યા પછી સુધારો થશે?
Catch drop (File Photo)

Follow us on

ભારતીય ટીમ (Team India) ગયા મહિને ઈંગ્લેન્ડ પ્રવાસ (ENG vs IND) પહોંચી હતી. ગયા વર્ષે 1 જુલાઈથી મુલતવી રાખવામાં આવેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની મજબૂત પકડ હતી. પરંતુ અંતે ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આ પછી ભારતે ટી20 શ્રેણી જીતી લીધી. વનડેમાં પણ ભારતે પ્રથમ મેચ જીતી હતી. બીજામાં ઈંગ્લેન્ડે કમબેક કર્યું અને જીત મેળવી. ભારતે મેચ જીતી છે કેટલીક મેચ ગુમાવી છે પરંતુ ફિલ્ડરોની નિષ્ફળતા મોટા પ્રશ્નો ઉભા કરી રહી છે.

દરેક મેચમાં કેચ છુટ્યા છે

શરૂઆત ટેસ્ટ મેચથી કરીએ. બર્મિંગહામ ખાતે પ્રથમ ઇનિંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ત્રણ જીવનદાન મળ્યા હતા. બીજા દાવમાં જોની બેયરસ્ટોના બે કેચ છોડવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે બેયરસ્ટોએ તોફાની સદી ફટકારીને ઈંગ્લેન્ડને જીત અપાવી. જો તેના કેચ પકડાયા હોત તો પરિણામ અલગ આવી શક્યું હોત. પ્રથમ T20 મેચમાં તે ખૂબ જ વધારે પડતું હતું. ભારતીય ફિલ્ડરોએ 6 કેચ છોડ્યા. જેમાં ત્રણ કેચ વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાંથી છુટ્યા. બીજી ટી20માં પણ ભારતીય ખેલાડીએ એક અને ત્રીજી ટી20માં બે કેચ છોડ્યા હતા.

વન-ડેમાં પણ એજ સ્થિતિ

પ્રથમ વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આમાં પણ ખેલાડીઓએ એક કેચ છોડ્યો હતો. જસપ્રીત બુમરાહની બોલ પર રિષભ પંતે મોઈન અલીને જીવનદાન આપ્યું. બીજી વનડેમાં પણ સ્થિતિ એવી જ રહી. ઈંગ્લેન્ડે 148 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ વિલી ક્રિઝ પર આવે છે. તેણે શાદનાર ઇનિંગ રમી હતી. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ હાર્દિક પંડ્યાની બોલ પર એક સરળ કેચ છોડ્યો હતો. વિલીએ 49 બોલમાં 41 રન ફટકારીને ટીમને 246 રન સુધી પહોંચાડી હતી.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

ખેલાડીઓ ક્યારે શિખશે

ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ પ્રવાસની 6 મેચમાં અત્યાર સુધીમાં કુલ 17 કેચ છોડ્યા છે. બે મેચમાં કેચ ન મળવાને કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે એશિયા કપ છે. ત્યાર બાદ વર્લ્ડ કપ રમાવાનો છે. જે રીતે ખેલાડીઓ એક પછી એક કેચ છોડી રહ્યા છે. તેનાથી કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્માના માથાનો દુખાવો વધી ગયો છે. ભારતની ગણતરી અત્યારે શ્રેષ્ઠ ફિલ્ડિંગ ટીમમાં થાય છે. ટીમ પાસે રવિન્દ્ર જાડેજા જેવો વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર છે. પરંતુ અન્ય ખેલાડીઓને હજુ ઘણી મહેનત કરવાની જરૂર છે.

2020 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો પરાજય ફક્ત કેચ છોડવાને કારણે થયો હતો. હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. જે બાદ તેણે સતત ત્રણ બોલમાં 3 સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Next Article