વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ફેન્સને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ખૂબ જ આશા છે. ભારતના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) એ રોહિતની આગેવાનીમાં વર્લ્ડ કપની પહેલી ચાર મેચોમાં બેટિંગ અને ફિલ્ડિંગમાં દમદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ પુણેમાં ટીમ ઈન્ડિયા (Team India) તરફથી રમતા તેણે એ ભૂમિકા ભજવી જેના માટે તે ફેમસ નથી.
વર્લ્ડ કપમાં ભારતના ચોથા મુકાબલામાં વિરાટ બેટિંગ કરતાં પહેલા ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને અચાનક તે મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ મેચ પહેલાની પ્રેક્ટિસ નહીં, પરંતુ લાઈવ મેચ હતી જેમાં વિરાટ બોલિંગ કરી રહ્યો હતો, અને તે પણ વર્લ્ડ કપમાં. આ જોઈ ફેન્સના મનમાં ઉત્સાહની સાથે અનેક પ્રશ્નો ઊભા થયા હતા.
વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈનિંગની નવમી ઓવર ફેંકી રહ્યો હતો. ત્રણ બોલ ફેંક્યા બાદ તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ અને તે બહાર થઈ ગયો. આ પછી રોહિત શર્માએ વિરાટ કોહલીને ઓવર પૂરી કરવા માટે બોલાવ્યો હતો અને હાર્દિકની બાકીની ઓવરના ત્રણ બોલ કોહલીએ પૂર્ણ કર્યા હતા.
Look who rolled over his arm over!
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue | @imVkohli pic.twitter.com/wjTPSLR6BW
— BCCI (@BCCI) October 19, 2023
આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. આ પહેલા તેણે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે વનડેમાં બોલિંગ કરી હતી. ODIમાં પણ તેના નામે ચાર વિકેટ છે. તેણે T20માં પણ ચાર વિકેટ લીધી છે. આ મેચમાં તેણે વધારે રન આપ્યા નથી. કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા.
આ પણ વાંચો : Happy Birthday Virender Sehwag : પિતા વીરેન્દ્ર સેહવાગની જેમ જ વિસ્ફોટક બેટિંગ કરે છે તેનો પુત્ર ‘આર્યવીર’ જુઓ Video
આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. વિરાટ પોતાના જમણા હાથથી મધ્યમ ગતિની બોલિંગ કરે છે. ODIમાં તેના નામે ચાર વિકેટ છે. આ સિવાય T20માં પણ વિરાટ કોહલીએ ચાર વિકેટ લીધી છે. પુણેમાં બાંગ્લાદેશ સામે વિરાટે જોકે માત્ર ત્રણ જ બોલ ફેંક્યા હતા અને બે જ રન આપ્યા હતા. લાંબા સમય બાદ બોલિંગ કરવા છતાં વિરાટે સારી બોલિંગ કરી હતી.
Published On - 1:02 pm, Fri, 20 October 23