150 KM/Hની સ્પીડ, 3 વર્ષમાં બન્યો તોફાની ફાસ્ટ બોલર, કોણ છે આ બાંગ્લાદેશનો ‘બુમરાહ’?

|

Sep 13, 2024 | 7:30 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં 21 વર્ષીય નાહિદ રાણા પર બધાની નજર રહેશે. બાંગ્લાદેશનો આ બોલર 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવા માટે જાણીતો છે. આ બોલરે તાજેતરમાં જ પાકિસ્તાનના બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા.

150 KM/Hની સ્પીડ, 3 વર્ષમાં બન્યો તોફાની ફાસ્ટ બોલર, કોણ છે આ બાંગ્લાદેશનો બુમરાહ?
Nahid Rana (Photo – PTI)

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ક્રિકેટ ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ મેદાન પર જોવા મળશે. આવી સ્થિતિમાં આ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. આ સિરીઝ પહેલા એક ખેલાડીની ઘણી ચર્ચામાં છે, આ ખેલાડીનું નામ છે નાહિદ રાણા. નાહિદ રાણા આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હોવાનું કહેવાય છે.

કોણ છે ફાસ્ટ બોલર નાહિદ રાણા?

21 વર્ષના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ આ ખેલાડીએ પોતાની અલગ ઓળખ બનાવી છે. નાહિદ રાણા બાંગ્લાદેશના સૌથી ઝડપી બોલરોમાંથી એક છે. ખાસ વાત એ છે કે નાહિદ રાણાને જસપ્રીત બુમરાહ જેવો વિકેટ લેનાર બોલર માનવામાં આવે છે. નાહિદની ઊંચાઈ 6.3 ફૂટ છે અને તે સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.

પાકિસ્તાની બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા

નાહિદ રાણાએ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ જીતવામાં પોતાની ટીમને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચમાં તેણે 44 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ મેચમાં તે પોતાની સ્પીડથી સ્ટાર બેટ્સમેનોને પરેશાન કરતો જોવા મળ્યો હતો, જેમાં બાબર આઝમનું નામ પણ સામેલ હતું. તેણે આ મેચની પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. આ પછી બીજા દાવમાં પણ તેણે બાબર આઝમને પોતાનો શિકાર બનાવ્યો હતો.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

માત્ર 3 વર્ષમાં વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર બની ગયો

નાહિદ રાણાનો જન્મ 2 ઓક્ટોબર 2002ના રોજ બાંગ્લાદેશના છપાઈ નવાબગંજમાં થયો હતો. પરંતુ તેણે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને હવે 21 વર્ષની ઉંમરે તે બાંગ્લાદેશનો મહત્વનો બોલર બનવાના માર્ગે છે. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 11 વિકેટ લીધી છે. જ્યારે તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેણે 18 મેચમાં 74 વિકેટ ઝડપી છે. લિસ્ટ Aમાં પણ તેણે 10 મેચમાં 26 વિકેટ લીધી છે. હવે તેની નજર ટીમ ઈન્ડિયા સામે પોતાની છાપ છોડવા પર છે.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં ગૌતમ ગંભીરે આપ્યું જ્ઞાન, વિરાટ કોહલીએ 45 મિનિટ સુધી કર્યું આ કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article