ગૌતમ ગંભીરના તળિયા ન ચાટવા જોઈએ…ટીમ ઈન્ડિયાની જીત બાદ સુનીલ ગાવસ્કરે લગાવી ફટકાર

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કરિશ્માપૂર્ણ જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરને સલામ કરવામાં આવી રહી હતી, પરંતુ આનાથી સુનીલ ગાવસ્કર નારાજ થઈ ગયા છે. તેમણે ગંભીરના વખાણ કરનારા લોકોને તેના તળિયા ન ચાટવાની સલાહ આપી છે.

ગૌતમ ગંભીરના તળિયા ન ચાટવા જોઈએ...ટીમ ઈન્ડિયાની જીત બાદ સુનીલ ગાવસ્કરે લગાવી ફટકાર
Sunil Gavaskar & Gautam Gambhir
Image Credit source: PTI
| Updated on: Oct 07, 2024 | 6:46 PM

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશ વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ કરિશ્માઈ રીતે જીત મેળવી હતી. આ મેચમાં પહેલા ત્રણ દિવસ વરસાદની અસર રહી હતી અને ત્યાર બાદ છેલ્લા બે દિવસમાં સંપૂર્ણ રમત થઈ હતી અને તેમ છતાં ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ જીત બાદ ઘણા લોકો ગૌતમ ગંભીરના કોચિંગ અને તેની વિચારસરણીને સલામ કરી રહ્યા હતા પરંતુ હવે સુનીલ ગાવસ્કરે તે લોકોને ઠપકો આપ્યો છે. સુનીલ ગાવસ્કરે એ લોકોને સલાહ આપી હતી કે તેઓ ગૌતમ ગંભીરના તળિયા ન ચાટવા જોઈએ.

રોહિતને ક્રેડિટ મળવી જોઈએ

સુનીલ ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર માટે કોલમ લખી છે. ગાવસ્કરે લખ્યું કે ટીમ ઈન્ડિયાની આક્રમક વિચારસરણીનો શ્રેય રોહિત શર્માને આપવો જોઈએ. ગાવસ્કરે કહ્યું કે ગંભીરને કોચિંગની જવાબદારી સંભાળ્યાને બે મહિના જ થયા છે. તેણે પોતે ક્યારેય મેક્કુલમની શૈલીમાં ઝડપી બેટિંગ કરી નથી. રોહિત શર્મા ચોક્કસપણે આવી બેટિંગ કરે છે. તે પોતાના માટે નહીં પરંતુ ટીમ માટે બેટિંગ કરે છે. કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રોહિતે જ બાંગ્લાદેશ સામે આક્રમક બેટિંગ શરૂ કરી અને તે પછી તમામ ભારતીય બેટ્સમેનોએ તે જ રીતે બેટિંગ કરી હતી.

 

ગાવસ્કરે ICCને ક્રેડિટ આપી

સુનીલ ગાવસ્કરે પણ પોતાની કોલમમાં લખ્યું છે કે કાનપુર ટેસ્ટમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે જરૂરી પોઈન્ટ્સ મળ્યા છે. ટીમને ખબર હતી કે આ મેચ જીતવી તેમના માટે કેટલી મહત્વની છે. સુનીલ ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો કે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ દાવ પર ન હોત તો શું ખેલાડીઓ આ માનસિકતા સાથે રમ્યા હોત? ગાવસ્કરના મતે, જો આવું ન થયું હોત તો ખેલાડીઓ કદાચ વ્યક્તિગત રેકોર્ડ માટે રમ્યા હોત. આથી ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં નવો પ્રાણ ફૂંકવા માટે ICCને પણ શ્રેય આપ્યો હતો.

આ પણ વાંચો: Dipa Karmakar Retirement : ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની કરી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો