સરફરાઝ ખાનને ખાતરી નહોતી કે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થશે. જોકે, તે ખોટો સાબિત થયો અને તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ. જોકે, ટીમમાં સ્થાન મેળવ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં મળે. સરફરાઝની જગ્યાએ કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે અને આ સમાચાર તેના માટે બિલકુલ સારા નથી. સરફરાઝે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેની એવરેજ 50થી વધુ હતી પરંતુ રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલના અનુભવને જોતા તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળવા જઈ રહી છે.
ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે રમવાનું છે પરંતુ તેની નજર ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પર છે. આ શ્રેણી પહેલા પસંદગીકારો ઈચ્છે છે કે તેમના ખેલાડીઓ સંપૂર્ણ અનુભવ મેળવે અને મેચ પ્રેક્ટિસ કરે. રાહુલનો અનુભવ ઓસ્ટ્રેલિયામાં ઉપયોગી થશે અને હવે તેને તકો મળશે. PTIના અહેવાલ મુજબ, BCCIના એક સૂત્રએ કહ્યું કે બહારના લોકો સમજી શકતા નથી કે ટીમ કેવી રીતે કામ કરે છે અને કઈ સિસ્ટમ છે.
કેએલએ દક્ષિણ આફ્રિકામાં તેની છેલ્લી 3 ટેસ્ટ મેચોમાં સદી ફટકારી હતી જે તાજેતરના સમયમાં શ્રેષ્ઠ ટેસ્ટ ઈનિંગ્સમાંની એક છે અને ઈજા પહેલા હૈદરાબાદમાં તેની છેલ્લી ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. BCCIના અધિકારીએ કહ્યું કે કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી, તે ઈજાગ્રસ્ત છે. તે હવે ફિટ છે અને તેણે દુલીપ ટ્રોફીમાં અડધી સદી પણ ફટકારી હતી અને હવે તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પણ રમશે.
સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી. સ્પિનરો સામે તેનું ફૂટવર્ક શાનદાર હતું, જો કે તેમ છતાં તેણે બેન્ચ પર બેસવું પડશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો જ તેને તક આપવામાં આવશે. ટીમ મેનેજમેન્ટ રાહુલને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તૈયાર રાખવા માંગે છે. આ ખેલાડીએ સિડની, લોર્ડ્સ, ઓવલ, સેન્ચુરિયન જેવા મોટા વિદેશી મેદાનો પર સદી ફટકારી છે અને તેથી તે રેસમાં સરફરાઝ કરતા ઘણો આગળ છે.
જો કે, ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવ અને અક્ષર પટેલને લઈને મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જાડેજા અને અશ્વિનની સાથે ટીમમાં ત્રીજો સ્પિનર કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે. અક્ષર પટેલ બોલ અને બેટથી સારા ફોર્મમાં છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં કુલદીપ યાદવની સ્પિનમાં કમાલ કરી રહ્યો છે. હવે રોહિત અને ગંભીર શું કરે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: બાબર આઝમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો કેપ્ટન રહેશે, 2 દિગ્ગજોના કારણે બચી કેપ્ટનશીપ
Published On - 9:38 pm, Mon, 9 September 24