બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા પણ આ મોટી જીતનો હીરો હતો જેણે બોલ અને બેટથી અદભૂત પ્રદર્શન કર્યું હતું. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં શાનદાર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને આ સાથે તે T20માં સૌથી વધુ વખત સિક્સર ફટકારીને મેચ જીતનાર ખેલાડી પણ બન્યો હતો.
જેવો જ હાર્દિક પંડ્યાએ તસ્કીન અહેમદના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી લીધી અને તે વિરાટને હરાવીને નંબર 1 બની ગયો. હાર્દિક પંડ્યાએ પાંચમી વખત સિક્સર ફટકારીને ભારત માટે મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ ચાર વખત આ કારનામું કર્યું હતું. હવે હાર્દિક તેના કરતા પણ આગળ નીકળી ગયો છે. આ રેકોર્ડ સિવાય પંડ્યાએ અદ્દભૂત બેટિંગ કરી હતી.
આ જમણા હાથના બેટ્સમેને 16 બોલમાં 39 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. પંડ્યાની બંને સિક્સર શાનદાર હતી. આ સાથે તેણે તસ્કીન અહેમદના બોલ પર નો લૂકમાં ચોગ્ગો પણ માર્યો, જેને જોઈને માત્ર ચાહકો જ નહીં ક્રિકેટ એક્સપર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
The Aura is unreal #HardikPandya #INDvBAN pic.twitter.com/wYt7wpM9ER
— Dhoni Raina Team (@DhoniRainaTeam) October 7, 2024
ગ્વાલિયર T20માં હાર્દિક પંડ્યાએ માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગ પણ કરી હતી. ઓપનિંગ બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. તેના ખાતામાં એક વિકેટ પણ આવી. આ સિવાય હાર્દિક પંડ્યાએ બે કેચ અને એક રન આઉટ પણ કર્યો હતો. એકંદરે પંડ્યાનું પ્રદર્શન પરફેક્ટ હતું. ટીમ ઈન્ડિયાએ ગ્વાલિયર T20 આસાનીથી જીતી લીધું, હવે તેનો ઉદ્દેશ્ય બુધવારે દિલ્હીમાં રમાનાર મેચ જીતવાનો રહેશે. ભારતીય ટીમ દિલ્હીમાં જ શ્રેણી જીતવા માંગશે.
આ પણ વાંચો: સરદાર છે અસરદાર, ટી20માં અર્શદીપે રચ્યો ઈતિહાસ, ભારતનો નંબર વન બોલર બન્યો