IND vs BAN: લાઈવ મેચમાં રિષભ પંતે માંગી માફી, ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન આવી સ્થિતિ કેમ સર્જાઈ?

|

Sep 20, 2024 | 4:00 PM

ચેન્નાઈ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ 376 રન પર સમાપ્ત થઈ ગઈ હતી, જે બાદ બાંગ્લાદેશી ટીમ પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાહે વિકેટ લઈ લીધી હતી, ત્યારબાદ ચોથી ઓવરમાં કંઈક એવું થયું, જેના માટે રિષભ પંતે મોહમ્મદ સિરાજની માફી માંગવી પડી હતી.

IND vs BAN: લાઈવ મેચમાં રિષભ પંતે માંગી માફી, ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન આવી સ્થિતિ કેમ સર્જાઈ?
Rishabh Pant
Image Credit source: PTI

Follow us on

રિષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યાને 619 દિવસ થઈ ગયા છે. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેને પણ આ જ ટીમ સામે પુનરાગમન કર્યું હતું. પંતનું કમબેક અત્યાર સુધી સારું રહ્યું છે. ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઈનિંગમાં તેણે પરેશાન ટીમ ઈન્ડિયાને સંભાળી હતી, પરંતુ મેચના બીજા દિવસે તેનો એક નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે તેણે મેચની વચ્ચે માફી માંગવી પડી હતી. તેણે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી મોહમ્મદ સિરાજની માફી માંગી.

એક વિકેટને લઈ થઈ અણસમજ

આ ઘટના શુક્રવાર, 20 સપ્ટેમ્બરે મેચના બીજા દિવસે બાંગ્લાદેશની ઈનિંગની શરૂઆતમાં બની હતી. મોહમ્મદ સિરાજ ઈનિંગની ચોથી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. ભારતીય પેસરના પાંચમા બોલ પર ડાબોડી બેટ્સમેન ઝાકિર હસન સામે LBWની જોરદાર અપીલ કરવામાં આવી હતી. સિરાજ માની રહ્યો હતો કે બાંગ્લાદેશી બેટ્સમેન આઉટ થઈ ગયો છે અને તે અપીલ સાથે જશ્ન મનાવી રહ્યો હતો પરંતુ એવું બન્યું નહીં. અમ્પાયરે તેને આઉટ ન આપ્યો જેનાથી સિરાજની સાથે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

પંતનો નિર્ણય ખોટો સાબિત થયો

હવે ટીમ ઈન્ડિયા પાસે અમ્પાયરના નિર્ણય પર DRS લેવાનો એક જ વિકલ્પ હતો, જેથી રિવ્યુમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સિરાજ પણ આ માટે કેપ્ટન રોહિત શર્માને સમજાવતો જોવા મળ્યો હતો પરંતુ રોહિતે તેની વાત ન માની. આવું એટલા માટે થયું કારણ કે વિકેટકીપર પંતે તેને આમ કરતા રોક્યો હતો. પંત કહેતો હતો કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, તેથી તે આઉટ નહીં થાય અને રિવ્યુ પણ બગડશે. આખરે રોહિતે રિવ્યુ લીધો ન હતો. થોડી જ વારમાં સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યો, જેમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પને અથડાયો હોત અને ઝાકિર આઉટ થયો હોત.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

માફી માંગવી પડી

ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, આ ઘટના થતાં જ સિરાજે તરત જ પંતનું ધ્યાન આ તરફ ખેંચ્યું. આ જોઈને પંતે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મિડલ ગ્રાઉન્ડ પર ઝાકિર હસન દૂરથી જ માફી માંગી, જો કે તે લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 4 ઓવર પછી જ આકાશ દીપ દ્વારા બોલ્ડ થઈ ગયો. આ પહેલા ટીમ ઈન્ડિયા 376 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિવસના પહેલા સેશનમાં જ ટીમ ઈન્ડિયાએ તેની બાકીની 4 વિકેટ માત્ર 37 રનમાં ગુમાવી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન 112 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે રવીન્દ્ર જાડેજા તેની પાંચમી ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. તે 86 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 5 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IPL મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે મોટો દાવ લગાવ્યો, રાહુલ દ્રવિડ બાદ વિક્રમ રાઠોડને બેટિંગ કોચ બનાવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article