IND vs BAN: ‘તું મને કેમ મારે છે’…લાઈવ મેચમાં બાંગ્લાદેશી ખેલાડી સાથે રિષભ પંતની બોલાચાલી

|

Sep 19, 2024 | 3:41 PM

ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ અને રિષભ પંત વચ્ચે દલીલ થઈ હતી. આ ઘટના 16મી ઓવરમાં બની હતી અને પંતને પૂછતા સાંભળવામાં આવ્યો હતો કે શા માટે બોલ તેને મારવામાં આવી રહ્યો છે. ઘટના વિશે વિગતવાર જાણો.

IND vs BAN: તું મને કેમ મારે છે...લાઈવ મેચમાં બાંગ્લાદેશી ખેલાડી સાથે રિષભ પંતની બોલાચાલી
Rishabh Pant & Liton Das
Image Credit source: Jio Cinema Screenshot

Follow us on

બાંગ્લાદેશના ખેલાડીઓ અને તેમના પ્રશંસકો હંમેશા કંઈકને કંઈક કરે છે જે અરાજકતા તરફ દોરી જાય છે, કંઈક આવું જ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં જોવા મળ્યું હતું. ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ અને રિષભ પંત વચ્ચે બોલાચાલી થઈ હતી. લિટન દાસે બોલ રિષભ પંતને બોલ માર્યો હતો અને ત્યારબાદ ભારતીય વિકેટકીપરે તેની સાથે દલીલ કરી હતી. રિષભ પંત અને લિટન દાસ વચ્ચેની આ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પંત-લિટનનો દલીલ 16મી ઓવરમાં થઈ

લિટન દાસ અને રિષભ પંત વચ્ચેની દલીલ 16મી ઓવરમાં થઈ હતી. લિટન દાસે તસ્કિન પાસેથી એક બોલ પકડીને પંત તરફ ફેંક્યો અને બોલ રિષભને વાગ્યો. આ પછી પંતે તેને હિન્દીમાં કહ્યું કે તમે મને બોલ કેમ મારી રહ્યા છો, બોલ બીજા ફિલ્ડરને આપી દો, લિટન દાસ તેની સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો. વાસ્તવમાં, લિટન દાસ પંતને દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્માની વિકેટો વહેલી ગુમાવી દીધી હતી અને ત્યારબાદ પંત અને જયસ્વાલે ટીમની કમાન સંભાળી હતી. બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે પંત અને જયસ્વાલની જોડી ઝડપથી તૂટી જાય અને તેથી જ લિટન દાસ પંતને પરેશાન કરી રહ્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

 

પંત-જયસ્વાલે ટીમ ઈન્ડિયાની ઈનિંગ સંભાળી

ચેન્નાઈ ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા 6 રન બનાવીને પહેલા આઉટ થયો હતો, ગિલ ખાતું પણ ખોલી શક્યો ન હતો અને વિરાટ કોહલી પણ માત્ર 6 રન બનાવી શક્યો હતો. આ પછી પંતે જયસ્વાલ સાથે મળીને અડધી સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. જોકે, પંતે વિકેટ પર સેટલ થયા બાદ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. તે ખૂબ જ ખરાબ શોટ રમીને 39 રન પર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ જયસ્વાલે અડધી સદી ફટકારી હતી પરંતુ 56 રન પર તેની વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ પણ માત્ર 16 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો: IND vs BAN : બે જીવનદાન છતાં રિષભ પંત ન માન્યો, વિરાટ કોહલી જેવી જ ભૂલ કરી ગુમાવી વિકેટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article