IND vs BAN: પ્રથમ મેચમાં હાર બાદ બાંગ્લાદેશની ટીમમાંથી બે સ્ટાર બોલર બહાર, ઢાકા ટેસ્ટ માટે ટીમનુ એલાન

|

Dec 18, 2022 | 10:01 PM

ભારત સામે યજમાન બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રનથી પરાજય સહન કર્યો છે. હવે શ્રેણીની અંતિમ અને બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી ઢાકામાં રમાનારી છે.

IND vs BAN: પ્રથમ મેચમાં હાર બાદ બાંગ્લાદેશની ટીમમાંથી બે સ્ટાર બોલર બહાર, ઢાકા ટેસ્ટ માટે ટીમનુ એલાન
Ebadot Hossain બહાર થયો

Follow us on

ભારત સામે બાંગ્લાદેશની ટીમ ચટગાંવ ટેસ્ટ મેચમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. ટીમે 188 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ટીમના બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈ ભારતે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનીંગના અંતે 404 રન નોંધાવ્યા હતા, જ્યારે બીજી ઈનીંગમાં 258 રન માત્ર 2 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા અને દાવ ડિક્લેર કર્યો હતો. હવે બીજી ટેસ્ટ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમનુ એલાન કર્યુ છે.

બીજી ટેસ્ટ ઢાકામાં રમાનારી છે. આ ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશે બે ફેરફાર કર્યા છે. યજમાન ટીમમાં હવે સ્પિનર નાસુમ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાસુમ આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટનો અનુભવ ધરાવતો નથી અને તે ડેબ્યૂ કરવા માટે રાહ જોઈ રહ્યો છે. ભારત સામે તેને આ મોકો મળી શકે છે.

સુકાની ઘાયલ થતાં નાસુમને મોકો

બાંગ્લાદેશની ટીમના કેપ્ટન શાકિબ અલ હસનને ભારત સાથેને વન ડે શ્રેણીની બીજી મેચમાં ઈજા પહોંચી હતી. જેની અસર ચટગાંવ ટેસ્ટ દરમિયાન જોવા મળી હતી. તે બીજી ઈનીંગમાં ઓવર કરી શક્યો નહોતો. શાકિબ અલ હસને પ્રથમ ઈનીંગમાં 12 ઓવર કરી હતી. આ અંગેની વાત પહેલાજ યજમાન ટીમના કોચ રસેલ ડોમિંગો બચાવી ચુકયા હતા કે શાકિબ ઢાકામાં ઓવર કરશે કે કેમ એ નક્કી નથી, કારણ કે તે ઈજાને લઈ પરેશાન છે. શાકિબના બદલે હવે નાસુમને સ્ક્વોડમાં સમાવેશ કરીને વિકલ્પ ઢાકા માટે તૈયાર રાખવામાં આવી રહ્યાનુ માનવામાં આવે છે. નાસુમને તક મળશે તો બાંગ્લાદેશ માટે સ્પિનરના રુપમાં એક વધારે વિકલ્પનો લાભ મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બે ખેલાડી બહાર

જેમ ભારતીય ટીમ ખેલાડીઓની ઈજાને લઈ પરેશાન છે એમ જ બાંગ્લાદેશની ટીમ પણ પરેશાન છે. ટીમના બે સ્ટાર બોલરો ઈજાને લઈ પરેશાન છે. આમ તેઓ હવે ઢાકા ટેસ્ટથી બહાર થઈ ચુક્યા છે. જેમાં ઈબાદત હુસૈનને કમરની સમસ્યાને લઈ પરેશાની છે. આ માટે થઈ તે અંતિમ ટેસ્ટથી બહાર થયો છે. જ્યારે શોરીફુલ ઈસ્લામને હેમસ્ટ્રિંગની સમસ્યા સર્જાવાને લઈ અંતિમ ટેસ્ટથી બહાર રહ્યો છે. ઈબાદતની વાત કરવામાં આવેતો તેણે ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા હતા.

બાંગ્લાદેશની ટીમ

મહમુદુલ હસન જોય, નજમુલ શાંતો, મોમિનુલ હક, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટ્ટન દાસ, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, ખાલેદ અહેમદ, ઝાકીર હસન અને રેઝાઉર રહેમાન રાજા

 

 

Published On - 9:50 pm, Sun, 18 December 22

Next Article