ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. લાલ માટીની પીચને કારણે ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. પાકિસ્તાનને હરાવીને વાપસી કરી રહેલી બાંગ્લાદેશની ટીમ આ સમયે ઉત્સાહથી ભરેલી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસની રમત ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 339 રન બનાવ્યા હતા. જાડેજા 86 રન અને અશ્વિન 102 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
આર અશ્વિને પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે 108 બોલનો સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિનની આ છઠ્ઠી સદી છે. ટીમ ઇન્ડિયાએ 78 ઓવર પછી 6 વિકેટના નુકસાન પર 334 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 300 રનનો આંકડો પાર કરી લીધો છે. રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન વચ્ચે 150થી વધુ રનની ભાગીદારી પણ છે. બંને ખેલાડીઓ ખૂબ જ સારી લયમાં હોય તેવું લાગી રહ્યું છે. જાડેજા 65 રન અને અશ્વિન 88 રન બનાવીને અણનમ છે.
ચેન્નાઈમાં રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી છે. આ પહેલા અશ્વિને અડધી સદી ફટકારી હતી. બંનેની આ ઈનિંગથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. પ્રથમ દિવસના ત્રીજા સેશનમાં 68 ઓવરના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 275 રન બનાવી લીધા છે.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 100 રનની ભાગીદારી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 250 રન પણ પૂરા કરી લીધા છે.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટ પડ્યા ક્રિઝ પર છે. આ બંનેની શાનદાર ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાએ 200 રનનો સ્કોર પાર કરી લીધો છે. 53 ઓવર બાદ ભારતે 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી, આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ સ્ટ્રોંગ વરસાદી સિસ્ટમ સક્રિય ના રહેતા ભારે વરસાદ નહી પડે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું છે. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત.
રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. ભગવતીપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. ધોળા દિવસે જાહેરમાં રાહદારીને માર માર્યો. કોઈ કારણસર ઝઘડા બાદ રાહદારીને ફટકારી લાતો મારી હતી. અસામજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમનો અડધો ભાગ બીજા સેશનમાં જ પડી ગયો છે. યશસ્વી જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 5 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે.
ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમનો અડધો ભાગ બીજા સેશનમાં જ પડી ગયો છે. યશસ્વી જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો. જે પછી કે એલ રાહુલ પણ આઉટ થયો.
ટીમ ઈન્ડિયાના 100 રન પૂરા થઈ ગયા છે. 28 ઓવર પછી ભારતે 4 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે.
હસન મહમૂદે ચોથો ઝટકો આપ્યો, રિષભ પંત 39 રન બનાવીને આઉટ થયો
ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે લંચ બ્રેક પુરો થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત બીજા સેશન માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશ પ્રથમ સેશનમાં 3 વિકેટ લેનાર હસન મહેમૂદ હતો
બાંગ્લાદેશના ફાસ્ટ બોલરે ઇનિંગ્સની શરૂઆતમાં જ ભારતને ત્રણ ઝટકા આપ્યા હતા. આ પછી ઓપનર યશસ્વી જયસ્વાલ અને વિકેટકીપર ઋષભ પંતે ટીમની જવાબદારી સંભાળી અને ઇનિંગ્સને સંભાળી. બંનેએ સાવધાનીપૂર્વક રમ્યા અને ઝડપથી રન પણ બનાવ્યા. પંતે 44 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે જયસ્વાલે 62 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. લંચ સુધી ભારતે 23 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 88 રન બનાવી લીધા છે.
ચેન્નાઈમાં સામાન્ય રીતે ગરમી હોય છે પરંતુ હાલમાં વાતાવરણ ઠંડું છે. ચેપોક સ્ટેડિયમમાં વર્તમાન તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે, જે વધીને 33-34 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ મેચ માટે લાલ માટીની પીચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે કે પીચ પર ફાસ્ટ બોલરો માટે બાઉન્સ હશે. જેમ જેમ રમત આગળ વધશે તેમ સ્પિનરોને મદદ મળશે. પિચ પર થોડો ભેજ પણ છે, જેનો અર્થ છે કે પેસરોને શરૂઆતમાં મદદ મળશે.
ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં ત્રણ ઝટકા લાગ્યા બાદ યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે ઈનિંગની કમાન સંભાળી હતી. સાથે જ ભારતના 50 રન પણ પૂરા થઈ ગયા છે. પંત 8 રન બનાવીને ક્રીઝ પર હાજર છે અને જયસ્વાલે 24 રન બનાવ્યા છે.
રોહિત શર્મા, શુભમન ગિલ બાદ હવે વિરાટ કોહલી પણ આઉટ થયો છે. તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. 3 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે.
વર્ષ 2000માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. 24 વર્ષમાં બંને ટીમો વચ્ચે 13 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે. બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ભારતે બીજી વિકેટ ગુમાવી છે. શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.
Here’s our Playing XI
Follow The Match ▶️ https://t.co/jV4wK7BOKA #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/0WoiP87k7p
— BCCI (@BCCI) September 19, 2024
ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ ગુમાવી છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. 6 મહિના બાદ ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં વાપસી કરી રહી છે અને ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.
Published On - 10:31 am, Thu, 19 September 24