IND vs AUS: બુમરાહે કર્યો ‘ગુમરાહ’, ફિંચ જોતો જ રહી ગયો અને દાંડીયો ઉડી ગયો, જુઓ VIDEO

|

Sep 24, 2022 | 10:25 AM

જસપ્રીત બુમરાહ ( Jasprit Bumrah) જ્યારે નાગપુરમાં બીજી મેચમાં ઉતર્યો ત્યારે તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને જ ગુમરાહ કરી દીધો હતો. તેણે ખતરનાક ફિન્ચને જીતના માર્ગેથી ભટકાવી દીધો હતો.

IND vs AUS: બુમરાહે કર્યો ગુમરાહ, ફિંચ જોતો જ રહી ગયો અને દાંડીયો ઉડી ગયો, જુઓ VIDEO
Jasprit Bumrah એ આરોન ફિંચની વિકેટ ઝડપી હતી

Follow us on

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં પણ તે જોવા મળ્યો ન હતો. પરંતુ, જ્યારે તે નાગપુરમાં બીજી મેચમાં ઉતર્યો ત્યારે તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને ભટકાવી દીધો હતો. તેણે ખતરનાક ઓસ્ટ્રેલિયન સુકાની આરોન ફિન્ચ (Aaron Finch) ને વિજયના માર્ગે ભટકાવ્યો હતો. ઈજા પછી પાછા આવ્યો છે, અમે તમને બુમરાહની બોલિંગનો ઓવરઓલ રિપોર્ટ કાર્ડ પછીથી જણાવીશું, પહેલા તે પળ વિશે જાણો જેમાં બુમરાહે તેના સચોટ યોર્કર વડે ભારતીય ટીમ (Indian Cricket Team) નું મહત્વવનુ કામ કરી દીધું.

બુમરાહે ફિન્ચનો કર્યો શિકાર

પલકારમાં જ ગિલ્લીઓ હવામાં ઉડી ગઈ અને દાંડિયા પણ ઉખડી ગયા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ જોતો જ રહી ગયો અને વિકેટ ગુમાવી દીધી. બુમરાહ ફિન્ચનો શિકાર કરી ચૂક્યો હતો. ફિંચે 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. ફિન્ચને આઉટ કરવો જરૂરી હતો કારણ કે તેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર કરવામાં સક્ષમ હતું. બેટ્સમેનો એક છેડે આઉટ થઈ રહ્યા હતા, પરંતુ જ્યાં સુધી ફિન્ચ ક્રિઝ પર હતો ત્યાં સુધી ખતરો ટળી શકે એમ નહતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બુમરાહે યોર્કર વડે ફિન્ચને ‘ગુમરાહ’ કર્યો

કેપ્ટન રોહિત શર્માએ આ ખતરાને ટાળવાનું કામ પોતાના સૌથી મોટા બોલર એટલે કે જસપ્રિત બુમરાહને સોંપ્યું હતુ. અને, તેણે પોતાના કેપ્ટનના આ વિશ્વાસને તોડ્યો પણ નથી. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 5મી ઓવરના છેલ્લા બોલ પર બુમરાહે ફિન્ચને તેના સચોટ યોર્કર વડે આઉટ કર્યો હતો. આ યોર્કર એટલું શાનદાર હતું કે ફિન્ચ તેનો અંદાજ પણ લગાવી શક્યો ન હતો.

 

8 ઓવરની મેચમાં બુમરાહની 2 ઓવર

નાગપુરમાં રમાયેલી બીજી T20 મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ મેચ 8-8 ઓવરની રમાઈ હતી, જેમાં બુમરાહે કુલ 2 ઓવર કરી હતી, જેમાં એરોન ફિન્ચે 23 રન આપીને એક વિકેટ લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટીંગ ઈનીંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે આ લક્ષ્યાંક 7.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

 

 

Published On - 9:53 am, Sat, 24 September 22

Next Article