IND vs AFG: ભૂવનેશ્વર કુમારે એકલા હાથે જ અફઘાનિસ્તાનની અડધી ટીમનો કર્યો શિકાર, સ્વિંગ વડે કર્યો કમાલ

|

Sep 08, 2022 | 11:00 PM

પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરવાને કારણે નિશાના હેઠળ આવેલા ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) પાવરપ્લેમાં જ અફઘાનિસ્તાનની કમર તોડી નાખી હતી.

IND vs AFG: ભૂવનેશ્વર કુમારે એકલા હાથે જ અફઘાનિસ્તાનની અડધી ટીમનો કર્યો શિકાર, સ્વિંગ વડે કર્યો કમાલ
Bhuvneshwar Kumar એ 4 રન આપીને 5 વિકેટ ઝડપી

Follow us on

એશિયા કપ 2022 ની છેલ્લી મેચ ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ માટે જબરદસ્ત સાબિત થઈ છે. સૌથી પહેલા તો વિરાટ કોહલી (Virat Kohli) એ લગભગ 3 વર્ષથી ચાલી રહેલા સદીઓના દુકાળને ખતમ કર્યો. કોહલીની સદીના આધારે ભારતીય ટીમે (Indian Cricket Team) અફઘાનિસ્તાન સામે 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ આ સ્કોરના બચાવમાં ટીમ ઈન્ડિયાના સિનિયર મોસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) લયમાં પરત ફરીને અફઘાન બેટિંગની કમર તોડી નાખી અને એકલા હાથે અડધી ટીમને પેવેલિયન પરત કરી દીધી.

ભારતીય ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારે પોતાની બોલીંગ વડે અફઘાનિસ્તાન ટીમ પર કહેર વર્તાવ્યો હતો. ભૂવનેશ્વરે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપી હતી. ભૂવીએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 4 જ રન આપ્યા હતા. જયારે તેણે 5 વિકેટ ઝડપીને ભારતની જીત પ્રથમ ત્રણ ઓવરમાં નિશ્ચિત કરી દીધી હતી.

ભૂવનેશ્વરે મચાવ્યો તરખાટ

ભારતીય ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવરથી જ કસીને ઓવર કરી હતી. પ્રથમ ત્રણ બોલ ડોટ કર્યા બાદ ભૂવીએ પ્રથમ ઝટકો અફઘાનિસ્તાનની ટીમને આપ્યો હતો. તુરત જ ઓવરના અંતિમ બોલ પર બીજી વિકેટ મેળવી હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમનો સ્કોર પ્રથમ ઓવરના અંતે 1 રન પર 2 વિકેટ નોંધાયો હતો. વિકેટનો સિલસિલો અટક્યો નહોતો. પહેલા બેટથી કમાલ કોહલીએ કર્યુ હવે ભૂવીએ જમાવટ કરી હતી. ત્રીજી ઓવર લઈને આવ્યો હતો અને જેમાં પણ પ્રથમ ઓવરના માફક ચોથા અને અંતિમ બોલ પર એક એક વિકેટ ઝડપી હતી. આમ 9 રનના સ્કોર પર અફઘાન ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી હતી. જેમાં બંને ઓપનરો હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝે શૂન્ય-શૂન્ય પર જ પરત ફર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ત્રીજી વિકેટ કરીમ જનતના રુપમાં ભૂવીને મળી હતી. જનત 4 બોલનો સામનો કરીને 2 રન નોંધાવી પરત ફર્યો હતો. ભૂવીએ તેને કોહલીના હાથમાં ઝડપાવ્યો હતો. નજીબુલ્લાહ ઝદરાનને ભૂવીએ શૂન્યમાં જ પરત મોકલ્યો હતો. અફઘાન ટીમનો આ ત્રીજો ખેલાડી હતો કે ભૂવીએ તેને શૂન્ય રને પરત મોકલ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ માત્ર 1 જ રન નોંધાવી શક્યો હતો અને એ પણ ભૂવીનો શિકાર બન્યો હતો. તેની સાથે જ અફઘાને 6 વિકેટ માત્ર 21 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને દીપક હુડ્ડાને એક એક વિકેટ મળી હતી.

 

 

 

Published On - 10:21 pm, Thu, 8 September 22

Next Article