T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

|

Oct 29, 2021 | 8:29 AM

Australia vs Sri Lanka: મિશેલ સ્ટાર્કે (Mitchell Starc) શ્રીલંકા સામે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી.

T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા
Mitchell Starc-Kusal Perera

Follow us on

ખતરનાક યોર્કર બોલીંગ માટે પ્રખ્યાત મિશેલ સ્ટાર્કે (Mitchell Starc) ફરી એકવાર પોતાના બોલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. T20 વર્લ્ડ કપ 2021ની (T20 World Cup 2021) 22મી મેચમાં મિશેલ સ્ટાર્કે શ્રીલંકા (Sri Lanka) સામે જબરદસ્ત યોર્કર ફેંક્યો હતો, જેના પર બેટ્સમેન પરાસ્ત થઈ ગયો હતો. મિશેલ સ્ટાર્કે 11મી ઓવરમાં આ જબરદસ્ત બોલ ફેંક્યો, જે હવામાં અંદરની તરફ આવ્યો અને કુસલ પરેરા (Kusal Perera) ચકમો ખાઈ ગયો. કુસલ પરેરાના સ્ટમ્પ ઉડી ગયા. આ સાથે જ પરેરા 35 રન બનાવીને આઉટ થયો હતો.

મિચેલ સ્ટાર્કનો આ યોર્કરનો સમય ઘણો રસપ્રદ છે. 11મી ઓવર ફેંકવા આવેલા મિશેલ સ્ટાર્કના બીજા બોલ પર કુસલ પરેરાએ ખૂબ જ લાંબી સિક્સર ફટકારી હતી. સ્ટાર્કે બોલને આગળ ફેંક્યો હતો અને કુસલ પરેરાએ લોંગ ઓન પર 84 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. તેના બીજા જ બોલ પર સ્ટાર્કે શાનદાર યોર્કર બોલ ફેંક્યો અને કુસલ પરેરાના સ્ટમ્પ ઉડાવી દીધા હતા. આ સાથે જ સ્ટાર્કે તે છગ્ગાનો બદલો પણ લઈ લીધો. સ્ટાર્કે વાનેન્દુ હસારંગાની વિકેટ પણ લીધી હતી. આ ઝડપી બોલરે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓસ્ટ્રેલિયન બોલરોએ શ્રીલંકા પર પોતાની પકડ મજબૂત કરી હતી

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોની સામે શ્રીલંકાના બેટ્સમેનો વધુ કમાલ કરી શક્યા નહીં. શ્રીલંકાને પહેલો ફટકો નિસંકાના રૂપમાં લાગ્યો હતો જેને પેટ કમિન્સે આઉટ કર્યો હતો. આ પછી અસલંકાએ શ્રેષ્ઠ સ્ટ્રોક રમીને ઓસ્ટ્રેલિયાને ચોંકાવી દીધું હતું. ફોર્મમાં ચાલી રહેલા આ બેટ્સમેને 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. એડમ ઝમ્પાએ અસલંકાને આઉટ કર્યો હતો.

આવિષ્કા ફર્નાન્ડો પણ અસલંકાનો શિકાર બની હતી. ઝમ્પાએ તેની 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેટ કમિન્સને પણ તેના ખાતામાં 2 વિકેટ મળી હતી, જોકે તેણે આ માટે 34 રન આપ્યા હતા. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 155 રન જ બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયાના બોલરો ઉપરાંત તેનો ઓપનર ડેવિડ વોર્નર પણ રંગમાં આવી ગયો છે. વોર્નરે શ્રીલંકા સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 42 બોલમાં 65 રન બનાવ્યા હતા. કેપ્ટન ફિન્ચે પણ 23 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ IPL: મેક ઇન ઇન્ડિયાની સૌથી મોટી બ્રાન્ડ IPL 30 હજાર કરોડ રુપિયાની BCCI ને વધુ કમાણી કરાવી આપશે!

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર થઇ શકે છે, મુંબઇ આ ખેલાડીઓને જ કરશે રિટેન!

Published On - 8:18 am, Fri, 29 October 21

Next Article