દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ભારત A ના કેપ્ટન શુભમન ગિલે કંઈક એવું કર્યું જેને જોઈને ચાહકો તેને સલામ કરવા મજબૂર થઈ જશે. શુભમન ગિલ સામાન્ય રીતે બેટથી કમાલ બતાવે છે, પરંતુ આ વખતે તેણે તેની ફિલ્ડિંગની કુશળતા બતાવી. શુભમન ગિલે ઈન્ડિયા-Bના વિકેટકીપર રિષભ પંતનો કેચ પકડ્યો હતો. આ કોઈ સામાન્ય કેચ નહોતો. શુભમન ગિલે મેદાનમાં લાંબી દોડ લગાવી અને બોલની પાછળ દોડતા ડાઈવિંગ કરીને આ કેચ લીધો હતો. શુભમનના આ કેચના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
36મી ઓવરના બીજા બોલ પર આકાશ દીપે રિષભ પંતને બોલ ફેંક્યો. રિષભે શોટ ફટકાર્યો અને બોલ મિડ-ઓફથી થોડો દૂર હવામાં ગયો. આવી સ્થિતિમાં મિડ-ઓફ પર ઊભેલો ઈન્ડિયા-Aનો કેપ્ટન શુભમન ગિલ બોલની દિશાના પાછળ દોડ્યો અને પછી તેણે ડાઈવ લગાવી. એક સમયે એવું લાગતું હતું કે ગિલ બોલ સુધી પહોંચી શકશે નહીં. પરંતુ ગિલે અદભૂત કેચ પકડ્યો. કેચ લેતી વખતે ગિલ નીચે પડી ગયો અને તેને નાની ઈજા થઈ, જોકે તે એકદમ ઠીક દેખાઈ રહ્યો હતો.
Blinder of a catch by Shubman Gill to get rid of Rishabh Pant. pic.twitter.com/3ZcAFskFMs
— psyf (@PsyfeR888) September 5, 2024
ગિલના શાનદાર કેચને કારણે પંતને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ ડાબોડી બેટ્સમેન માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. બે વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પંત માટે આ પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ હતી. માત્ર પંત જ નહીં પરંતુ ઈન્ડિયા Bના અન્ય સ્ટાર ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલે 30 રનની ઈનિંગ રમી હતી. સરફરાઝ ખાન માત્ર 9 રન બનાવી શક્યો હતો અને વોશિંગ્ટન સુંદર ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ નિષ્ફળતા સ્ટાર ખેલાડીઓ માટે સારા સમાચાર નથી, કારણ કે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચ બાદ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો: શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પાકિસ્તાનની બહાર ખસેડવામાં આવશે? શરમજનક હાર પછી આ કેવી મુસીબત?