Imran Khan Controversy: ઈમરાન ખાને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી ખાધો ! PAK રક્ષા મંત્રીના મોટા દાવાને લઈ ચકચાર

|

Nov 23, 2022 | 1:25 PM

પાકિસ્તાન (Pakistan )ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર મોંઘી ભેટ વેચવાનો આરોપ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાને જે ભેટો વેચી તેમાં ભારતને આપવામાં આવેલ ગોલ્ડ મેડલ પણ સામેલ છે.

Imran Khan Controversy: ઈમરાન ખાને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી ખાધો ! PAK રક્ષા મંત્રીના મોટા દાવાને લઈ ચકચાર
ઈમરાન ખાને ભારત પાસેથી મેળેલો ગોલ્ડ મેડલ વેચ્યો
Image Credit source: File photo

Follow us on

પાકિસ્તાન અને ભારત વચ્ચે ખરાબ સંબંધની અસર બંન્ને દેશોની ક્રિકેટ ટીમ પર પડી છે. આઈસીસી ટ્રોફી સિવાય બંન્નેની ટક્કર થતી નથી ,જો કે એક સમય એવો હતો કે જ્યારે ભારત ખૂબ જ ઉત્સાહથી પાકિસ્તાનની યજમાની કરતું હતું અને પોતાના ખેલાડીઓને સન્માન પણ આપતું હતું. જેના માટે તેને મેડલ તો અન્ય ગીફટ પણ પ્રવાસ પર આપવામાં આવતી હતી. આવી જ રીતે 1987માં મુંબઈ રમાયેલી એક મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓને સન્માન પર ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. જો મીડિયા રિપોર્ટસની માનીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ક્રિકેટના દિવસોમાં મળેલો આ મેડલ વેચ્યો.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે પોતાના દેશના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો છે કે, તેમણે ભારત તરફથી મળેલા એક ગોલ્ડ મેડલને વેચી દીધો છે. જેમાં મેચમાં તેને આ મેડલ આપવામાં આવ્યો હતો તે બંન્ને દેશો સિવાય ભારતના મહાન બેટ્સેમન સચિન તેંડુલકર માટે ખુબ ખાસ હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

પાકિસ્તાને 1987માં એક્ઝિબિશન મેચ રમી હતી

1987માં 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. સિરીઝ પહેલા 20 જાન્યુઆરી 1987ના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના 50 વર્ષ પુરા થવા પર મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક્ઝિબિશન મેચ રાખવામાં આવી હતી.જે 40-40 ઓવરની હતી. આ મેચમાં સચિન તેડુલકર પાકિસ્તાન માટે ફીલ્ડિંગ કરવા ઉતર્યો હતો. આ મેચ દરમિયાન પાકિસ્તાનના અબ્દુલ કાદિલ ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાને તેંડુલકરને અવેજી ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો. સચિને ઓટોબાયોગ્રાફીમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તે સમયે સચિન માત્ર 14 વર્ષનો હતો.

મેડલ 3000 રૂપિયાથી ઓછી કિંમતે વેચાય છે

આ મેચ પછી, સન્માનના ચિહ્ન તરીકે, ક્રિકેટ ક્લબે પાકિસ્તાની ખેલાડીઓને ભેટ તરીકે ગોલ્ડ મેડલ આપ્યા. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જિયો ટીવી પર એક કાર્યક્રમમાં ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે, તેમને થોડા રૂપિયામાં મેડલ વેચી દીધો છે. હજુ સુધી ઈમરાન ખાને આ મુદ્દે કંઈ કહ્યું નથી. જો કે, તેના પર ભૂતકાળમાં પણ વિદેશ પ્રવાસમાં મળેલી મોંઘી ભેટ વેચવાનો આરોપ છે.

Next Article