T20 World Cup 2026 Prize Money: T20 વર્લ્ડ કપમાં આટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર, ICCનો મોટો નિર્ણય

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે. 12 જૂનથી 5 જુલાઈ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ટાઈટલ માટે સ્પર્ધા કરશે. મહિલા T20 વર્લ્ડ કપ 2026માં રેકોર્ડબ્રેક પ્રાઈઝમનીની જાહેરાત ICC દ્વારા કરવામાં આવી છે. ચાલી જાણીએ કોને કેટલી રકમ મળશે.

T20 World Cup 2026 Prize Money: T20 વર્લ્ડ કપમાં આટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર, ICCનો મોટો નિર્ણય
T20 World Cup Prize money
Image Credit source: X/ICC
| Updated on: Jun 11, 2026 | 9:36 PM

વિશ્વભરમાં મહિલા ક્રિકેટમાં વધતી જતી રુચિ અને તેના વધતા કદને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડમાં યોજાનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ઈનામી રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 12 જૂનથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા T20 વર્લ્ડ કપ હશે, જેમાં પહેલીવાર 12 ટીમો ભાગ લેશે. ઈંગ્લેન્ડના સાત મેદાનોમાં કુલ 33 મેચ રમાશે.

T20 વર્લ્ડ કપ જીતવા પર કેટલા કરોડનું ઈનામ?

ICC એ આ વર્લ્ડ કપ માટે પ્રાઈઝ મનીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચેમ્પિયન ટીમને 22 કરોડ રૂપિયાથી વધુ અને રનર-અપ ટીમને 11 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત દરેક ટીમ માટે 2 કરોડ રૂપિયાની રકમ Participation amount (વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની રકમ) પણ નક્કી કરવામાં આવી છે. સેમિફાઈનલમાં હારી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જનારી ટીમો પણ ખાલી હાથે પાછી નહીં ફરે. સેમિફાઈનલમાં હારનારી ટીમને લગભગ 6.56 કરોડ રૂપિયા મળશે.

દરેક જીત પર 29 લાખ રૂપિયાનું બોનસ

ICC એ ફક્ત નોકઆઉટ મેચો માટે જ નહીં પરંતુ લીગ સ્ટેજ મેચો માટે પણ ઈનામી રકમ નક્કી કરી છે. ગ્રુપ સ્ટેજ દરમિયાન દરેક જીત પર ટીમને આશરે 29 લાખ રૂપિયાનું બોનસ મળશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ જીત્યા બાદ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. તેઓ ટુર્નામેન્ટ જીતવાના ટોપના દાવેદારોમાં સામેલ છે.

12 ટીમો પહેલીવાર રમશે

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ટુર્નામેન્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ વખતે 10 ને બદલે 12 ટીમો ભાગ લઈ રહી છે. બધી 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ તેના ગ્રુપની અન્ય પાંચ ટીમો સામે એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સીધા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટમાં કુલ 33 મેચ રમાશે.

T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ

ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ.
ગ્રુપ 2: ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ.

0, 8, 32, 39, 1 રન… T20 World Cupમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા સ્મૃતિ મંધાનાનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય

Follow Us