ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવા આ 15 યુવા ખેલાડીઓએ જાન લગાવી દીધી, જાણો ટીમના દરેક સભ્ય વિશે

|

Jan 30, 2023 | 8:22 PM

ભારતીય મહિલા ટીમે પ્રથમ આઈસીસીએ અંડર 19 મહિલા ટી20 વિશ્વકપ જીતી ઈતિહાસ રચ્યો છે. આ તમામ ખેલાડીઓની કહાની અલગ અલગ છે, ક્રિકેટ શિખતા કોઈએ ભાઈને ગુમાવ્યા છે.

ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવા આ 15 યુવા ખેલાડીઓએ જાન લગાવી દીધી, જાણો ટીમના દરેક સભ્ય વિશે
Know all about 15 players of Team India

Follow us on

ભારતીય મહિલા યુવા ક્રિકેટ ટીમે રવિવારે ઈતિહાસ રચી દીધો હતો. અંડર 19 ક્રિકેટ ટીમે વિશ્વકપ જીતીને 29 જાન્યુઆરીનો દિવસ ભારતીય મહિલા ક્રિકેટ માટે સુવર્ણ અક્ષરે લખી દીધો છે. ટીમ ઈન્ડિયાએ મહિલા વર્ગમાં પ્રથમ વાર આઈસીસી વિશ્વકપ જીત્યો છે. આ કમાલ ભારતીય દિકરીઓએ ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચ રમીને કર્યો હતો. ભારત માટે મહિલા ક્રિકેટનો સુવર્ણ યુગ શરુ થઈ રહ્યો છે અને એ વાતનો પુરાવો અંડર 19 મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાના મેદાનમાં આપી દીધો છે. આવનારા દિવસમાં આ યુવા ખેલાડીઓ દેશ માટે મહિલા ક્રિકેટની પ્રતિભા સાબિત થશે.

અંડર 19 મહિલા ટીમનુ સુકાન શેફાલી વર્માએ સંભાળ્યુ હતુ. આ ટીમે ઈતિહાસ રચતા ઈંગ્લેન્ડની ટીમને પહેલા 68 રનમાં જ સમેટી લીધી હતી. બાદમાં આસાન લક્ષ્યને પાર કરી ફાઈનલ મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. શેફાલી સિવાય અન્ય 14 ખેલાડીઓ માટે આ પ્રથમ મોકો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી ટૂર્નામેન્ટનો હિસ્સો બનવાની તક મળી હતી. ભારતની 15 દિકરીઓએ ટીમને ચેમ્પિયન બનાવી હતી. જાણો આ તમામ 15 ખેલાડીઓ વિશે જેઓએ ટીમને ચેમ્પિયન બનાવવા જાન લગાવી દીધી હતી.

આ 15 ખેલાડીઓ જેમણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી

  1. શેફાલી વર્માઃ અંડર 19 મહિલા ટીમની કેપ્ટન અને ઓપનર રોહતકની રહેવા વાળી છે. શેફાલી ભારતીય મહિલા સિનિયર ટીમનો હિસ્સો છે અને તે સિનિયર સ્તર પર પહેલા જ ત્રણ વિશ્વકપ રમી ચુકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ અને 285 દિવસની ઉંમરે અડધી સદી નોંધાવી સચિન તેંડુલકરને પાછળ છોડીને ચર્ચામાં આવી હતી.
  2. શ્વેતા સેહરાવતઃ ઓપનર બેટ્સમેન દક્ષિણ દિલ્લીની રહેવાસી છે. શ્વેતા વોલીવોલ, બેડમિન્ટન અને સ્કેટિંગમાં હાથ અજમાવ્યા બાદ ક્રિકેટની રમત સાથે જોડાઈ હતી. ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયાની સફર દરમિયાન તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 7 ઈનીંગમાં 99.00 ની સરેરાશથી લગભગ 140 ની સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા હતા. તે ટોચની સ્કોરર રહી હતી.
  3. સૌમ્યા તિવારીઃ ટીમની વાઈસ કેપ્ટનની ભૂમિકા નિભાવી હતી. તેને ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 7 વિકેટથી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. માતાના કપડાં ધોવાના ધોકા થી ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી.
  4. તૃષા રેડ્ડીઃ ઓપનર બેટ્સમેન તેલંગાણાના ભદ્રાચલમની રહેવાશી છે. તૃષા પૂર્વ અંડર 16 રાષ્ટ્રીય હોકી ખેલાડી ગોંગાદી રેડ્ડીની પુત્રી છે. બાળપણમાં, તેમણે તેમના પિતાને તેમના આંખ-હાથના તાલમેલથી પ્રભાવિત કર્યા, જેમણે તેમની ક્રિકેટની મહત્વાકાંક્ષાઓને ભંડોળ પૂરું પાડવા માટે તેમની ચાર એકર પૂર્વજોની જમીન વેચી દીધી.
  5. રિષિતા બાસુઃ કોલાકાતાના હાવડાની રહેવાસી રિષિતા વૈક્લિપક વિકેટકીપર રહેલી આ ખેલાડીએ અન્ય ખેલાડીઓની માફક ગલી ક્રિકેટથી રમતની શરુઆત કરી હતી. નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યૂનો મોકો મળવા બાદ તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
  6. રિચા ઘોષઃ ભારતીય ટીમની વિકેટકીપર બેટર આક્રમક અંદાજમાં રમતનારી છે. રિચાને તેના પિતા માનવેન્દ્ર ઘોષે તેને પાવર ગેમને નિખારવામાં મદદ કરી હતી. ગત મહિને ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 36 અને 26 રનની ઈનીંગ રમી હતી. તે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આદર્શ માને છે.
  7. ટિટોસ સાધુઃ ઝડપી બોલર સાધુનો પરીવાર આયુ વર્ગ ક્લબ ચલાવે છે તે 10 વર્ષની ઉંમરમાં જ ક્લબ ક્રિકેટની ટીમ સાથે સ્કોરર ના રુપમાં જતી હતી. ફાઈલની સ્ટાર ખેલાડીઓમાં સામેલ ટિટોસ ઝૂલણ ગોસ્વામીના પગલે ચાલી રહી છે. ઝૂલણ અને ટિટોસ બંને એક જ રાજ્ય પશ્વિમ બંગાળથી આવે છે. સાધુ ઝડપી બોલિંગ કરે છે, ઉછાળ મેળવે છે અને બોલને બંને તરફ સ્વિંગ કરાવે છે. તે તેના પિતાની માફક એથ્લેટ બનવા ઈચ્છતી હતી. અભ્યાસમાં તેજસ્વી રહેલી સાધૂએ ધોરણ 10ની પરીક્ષામાં 93 ટકા હાંસલ કર્યા હતા, જોકે ક્રિકેટમાં કરિયર બનાવવા માટે અભ્યાસ છોડી દીધો હતો.
  8. સોનમ યાદવઃ ડાબોડી સ્પિનર ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની રહેવાસી છે. 15 વર્ષની ઉંમર ધરાવતી સોનમ યાદવના પિચા મુકેશ કુમાર કાંચની ફેક્ટરીમાં કામ કરે છે. સોનમે શરુઆતમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. પરંતુ પુત્રીની રમત પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ તેને એક એકડમીમાં જોડી હતી અને બેટરના રુપમાં શરુઆત કરનારી સોનમ હવે કોચની સલાહ પર બોલિંગ કરવા લાગી છે.
  9. મન્નત કશ્યપઃ પટિયાલાની રહેવાસી અને હવામાં ઝડપી ગતિથી બોલિંગ કરનારી ડાબોડી સ્પિનર મન્નતની એક્શન સોનમ કરતા થોડી સારી છે. મન્નત પણ છોકરાઓ સાથે ક્રિકેટ રમીને ગલી ક્રિકેટ રમતા આગળ આવી છે. તે પોતાના એક સંબંધીની સલાહથી ક્રિકેટને ગંભિરતાથી લઈને રમવા લાગી હતી.
  10. અર્ચના દેવીઃ કેન્સરને લઈ પોતાના પિતાને ગુમાવી ચુકેલી અર્ચનાનો જન્મ ઉત્તર પ્રદેશના ઉન્નાવના રતાઈ પૂર્વા ગામમાં થયો હતો. ઓફ સ્પિન ઓલરાઉન્ડર ગરીબ પરિવારમાંથી આગળ આવે છે. અર્ચનાએ પોતાના લગાવેલા શોટને લઈ બોલ શોધી રહેલા તેના ભાઈને સાપે ડંખ દેતા ગુમાવ્યો હતો. ભાઈ બુદ્ધીરામની ઈચ્છા ખૂબ હતી કે તેની બહેન અર્ચના ક્રિકેટર બને.
  11. પાર્શ્વી ચોપરાઃ બુલંદશહેરની લેગસ્પિનર આ યુવતી સ્કેટિંગમાં રસ ધરાવતી હતી. પરંતુ તેને ક્રિકેટ જોવી પણ ખૂબ ગમતી હતી. શરુઆતમાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહેનારી પાર્શ્વીએ એક વર્ષ બાદ ફરીથી ટ્રાયલ કરતા સફળ રહી હતી. તેણે વિશ્વકપમાં છ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામે પાંચ રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
  12. ફલક નાઝઃ ઝડપી બોલરને એક પણ મેચ રમવાનો મોકો નથી મળ્યો, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામે અભ્યાસ મેચમાં ઝડપી બોલિંગ કરી 3 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા. તેના પિતા ઉત્તરપ્રદેશની શાળામાં ફરજ બજાવે છે.
  13. હર્લી ગાલાઃ આ ઓલરાઉન્ડર મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મી હતી. હર્લીએ 15 વર્ષની ઉંમરે વરિષ્ઠ ટીમ સાથે ડેબ્યૂ કર્યું હતું. તેણે ડોમેસ્ટિક મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની વિકેટ લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
  14. સોનિયા મેઢિયાઃ હરિયાણાની ઓલરાઉન્ડર સોનિયાએ ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમી હતી પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી. તેણે પાંચ ઓવરમાં 30 રન આપ્યા હતા.
  15. શબ્બમ એમડી: વિશાખાપટ્ટનમની 15 વર્ષીય ફાસ્ટ બોલરે બે મેચ રમી અને એક વિકેટ લીધી. તેના પિતા નેવીમાં છે અને તે ફાસ્ટ બોલર પણ હતા.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Next Article