ICC Test Rankings: જો રુટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યો, વિરાટ કોહલી પાછળ ધકેલાયો, રોહિત શર્મા ફાયદામાં

|

Sep 01, 2021 | 7:28 PM

જો રુટે (Joe Root) ભારત સામે વર્તમાન સિરીઝમાં શતકોની સુનામી કરી દીધી છે. સિરીઝમાં દરેક મેચમાં શતક લગાવી રેકોર્ડ સર્જી રહ્યો છે. જે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.

ICC Test Rankings: જો રુટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યો, વિરાટ કોહલી પાછળ ધકેલાયો, રોહિત શર્મા ફાયદામાં
Joe Root

Follow us on

ભારત (India)સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત રન બનાવનાર ઈંગ્લેન્ડ (England) ના કેપ્ટન જો રુટને તેનું ઈનામ પણ મળી રહ્યું છે. ઈંગ્લેન્ડને વિજય અપાવ્યા બાદ સિરીઝમાં વાપસી કરનાર જો રુટ (Joe Root) બેટ્સમેન તરીકે પણ સફળ રહ્યો છે. તે હવે લીડ્સ ટેસ્ટ (Leeds Test) માં ટીમ ઈન્ડીયા (Team India) સામે શાનદાર સદી સાથે વિશ્વનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે.

ICC દ્વારા જારી કરાયેલી તાજેતરના ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings) માં જો રુટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને નબળા પ્રદર્શનની સજા મળી રહી છે, અને તે એક અંક વધુ નીચે ઉતર્યો છે અને ટોપ-5 માંથી બહાર થઈ ગયો છે. ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ને આનો ફાયદો થયો છે, જે પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

2021 માં સતત રનનો વરસાદ કરી રહેલા જો રુટે ખાસ કરીને ભારતને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. આ વર્ષે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે 7 ટેસ્ટ મેચમાં રુટે બેવડી સદી સહિત કુલ 4 સદી ફટકારી છે. આમાંથી 3 વર્તમાન શ્રેણીની સતત ત્રણ ટેસ્ટ મેચમાં નોંધાવી છે. રુટ જેણે 500 થી વધુ રન સિરીઝમાં બનાવ્યા છે, તે રેન્કિંગમાં સતત ઉપર ચઢી રહ્યો છે અને હવે 916 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા 2015માં તે નંબર વન બેટ્સમેન બન્યો હતો. વિલિયમસન 901 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા અને ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન છે.

 

રોહિત શર્માએ કોહલીને પછાડ્યો

ઓપનર રોહિત શર્મા, જે આ શ્રેણીમાં ભારત માટે સતત વધુ સારી બેટિંગ કરી રહ્યો છે, તેને પણ તેના સારા પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે અને તે તેની કારકિર્દીના શ્રેષ્ઠ ક્રમે પહોંચી ગયો છે. રોહિત 773 અંક સાથે પ્રથમ વખત પાંચમા સ્થાને પહોંચ્યો છે. તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, જે તેના ખરાબ પ્રદર્શનને કારણે નીચે પછડાઇ રહ્યો છે.

લીડ્ઝ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારવા છતાં કોહલીનું રેન્કિંગ ઘટી ગયું છે. તે લાંબા સમય બાદ છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. માત્ર કોહલી જ નહીં, પણ ઋષભ પંતે પણ નુકશાન વેઠવુ પડ્યુ છે. પંત ટોપ 10 માંથી બહાર થઈ ગયો છે. નબળી બેટિંગને લઇ પંત 12 માં સ્થાને પહોંચી ગયો છે. જોકે, ચેતેશ્વર પૂજારાને 91 રનની ઇનિંગનો ફાયદો મળ્યો અને તે 15 મા ક્રમે પહોંચી ગયો છે.

બુમરાહ ટોપ-10 માં પરત ફર્યો

બોલિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર પેટ કમિન્સ ટોચ પર છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. વર્તમાન શ્રેણીમાં શ્રેષ્ઠ બોલિંગ કરનાર ઈંગ્લીશ દિગ્ગજ જેમ્સ એન્ડરસન હવે પાંચમા સ્થાને આવી ગયો છે. જ્યારે જસપ્રિત બુમરાહ પણ ટોપ-10 માં પરત ફર્યો છે અને 758 પોઈન્ટ સાથે 10 મા ક્રમે છે. તેના સિવાય મોહમ્મદ શામી 18 મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે ઇશાંત શર્માની રેન્કીંગમાં ઘટાડો થયો છે અને તે 19 મા સ્થાને સરકી ગયો છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઓવલ ટેસ્ટ પહેલા જ ભારતના પડકારને લઇને કેપ્ટન જો રુટે કહ્યુ, કોહલીને આઉટ કરવાનો ઉપાય શોધી કાઢ્યો !

આ પણ વાંચોઃ Football: બ્રિસબેનમાં 12 વર્ષનાં ભારતીય ફુટબોલરની ધર્મ પરત્વેની અડગતા જીતી, કહ્યું મારા માટે સોકર નહી સંપ્રદાય અને ધર્મ પાલન જરૂરી, વાંચો શું થયો વિવાદ

Next Article