ICC T20 Rankings: પાકિસ્તાનનો રિઝવાન નંબર વન, સૂર્યકુમાર યાદવને મોટું નુકસાન થયું

|

Sep 07, 2022 | 4:44 PM

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન રિઝવાન હવે T20Iમાં નવો નંબર વન છે. તેણે પોતાના જ દેશબંધુ અને ઓપનિંગ પાર્ટનર બાબર આઝમને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે.

ICC T20 Rankings: પાકિસ્તાનનો રિઝવાન નંબર વન, સૂર્યકુમાર યાદવને મોટું નુકસાન થયું
પાકિસ્તાનનો રિઝવાન નંબર વન
Image Credit source: Twitter

Follow us on

ICC T20 Rankings: ICCએ T20 બેટ્સમેનની નવી રેન્કિંગ (ICC T20 Ranking) બહાર પાડી છે. નવા રેન્કિંગમાં બાબર આઝમના સ્થાને સૂર્યકુમાર જોવા મળ્યો હતો પરંતુ આ બંન્નેની લડાઈમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan)ને મોટો ફાયદો થયો છે. પાકિસ્તાનના વિકેટકિપર બેટ્સમેન રિઝવાન હવેT20 Iમાં નંબર વન પર છે. તેમણે આ પોઝિશન ઓપનિંગ પાર્ટનર બાબર આઝમને પછાડી મેળવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા બાબર આઝમ નંબર વનની પોઝિશન પર હતો. નવી રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને પણ મોટું નુકસાન થયું છે.

બાબર અને સૂર્યકુમારની લડાઈમાં રિઝવાનને ફાયદો

સૂર્યકુમાર યાદવે જે રીતે પરફોર્મન્સ એશિયા કપમાં હોંગકોંગ વિરુદ્ધ કે પછી પ્રથમ રમાયેલી ટી20 સીરિઝમાં કર્યું હતુ. તેનાથી આશા હતી કે, બાબર આઝમને રિપ્લેસ કરી શકે છે. પરંતુ એશિયા કપમાં માત્ર સૂર્યકુમાર યાદવ પરંતુ બાબર આઝમ પણ નિષ્ફળ રહ્યો.જ્યારે તેની નિષ્ફળતા વચ્ચે મોહમ્મદ રિઝવાને બેટથી કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેની અસર ICCની નવી T20 રેન્કિંગ પર પડી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

 

બાબર અને સૂર્યા બંન્ને 1-1 સ્થાનનું નુકસાન

બાબર આઝમ અને સૂર્યકુમાર બંન્ને નવી ટી20 રેન્કિંગમાં 1-1 સ્થાન પર છે. બાબર આઝમ નંબર વનથી નંબર 2 પર છે. તો સૂર્યકુમાર યાદવ નવી રેન્કિંગમાં ટોપ 3થી બહાર થયો છે. હવે નંબર 4 પર પહોંચ્યો છે. સૂર્યકુમાર યાદવને પાછળ છોડી ટી20 રેન્કિંગમાં નંબર 3ની પોઝિશન હવે સાઉથ આફ્રિકાના બેટ્સમેન માર્કરમે મેળવી છે.

બોલિંગમાં હેઝલવુડ નંબર વન

ICCની નવી T20 રેન્કિંગની ટોચની 5 યાદીમાં પાકિસ્તાનના 2 બેટ્સમેન છે જ્યારે ભારત, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના 1-1 બેટ્સમેન છે. બોલરોની T20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો જોસ હેઝલવુડ પ્રથમ સ્થાને છે. જ્યારે ટોપ 10માં કોઈ ભારતીય બોલર નથી. આ સાથે જ ઓલરાઉન્ડરોની યાદીમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર વન પર છે. આ સાથે જ ભારતનો હાર્દિક પંડ્યા 5માં સ્થાને છે.

Next Article