
ટી-20 વિશ્વકપ 2026ની 31મી મેચમાં કેનેડા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન યુવરાજે વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી છે. તેના ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયર અને વિશ્વકપની આ પ્રથમ સદી છે, જે તેણે માત્ર 58 બોલમાં પૂરી કરી હતી.
19 વર્ષીય યુવરાજ સામરા ટી-20 વિશ્વકપમાં સદી ફટકારનાર કેનેડાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેની આ ઈનિંગના દમ પર જ કેનેડાની ટીમ ન્યુઝીલેન્ડ સામે મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહી હતી.
Yuvraj Samra reaches his maiden T20I century in Chennai!
It is one of our @marriottbonvoy Milestones of the #T20WorldCup pic.twitter.com/8ZG2TiKC3J
— ICC (@ICC) February 17, 2026
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમને સામરા અને કેપ્ટન દિલપ્રીત બાજવા (36)ની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 84 બોલમાં 116 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન સામરાએ 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ત્યારબાદ આક્રમક બેટિંગ કરતા તેને સદીમાં ફેરવી દીધી હતી. તેણે આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
સામરાએ વર્ષ 2025માં નામિબિયા ક્રિકેટ ટીમ સામે પોતાના ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 19 મેચોની 18 ઇનિંગ્સમાં 38થી વધુની સરેરાશ અને 161થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 550થી વધુ રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ જ મેચમાં જોવા મળ્યું છે.
જણાવી દઈએ કે, હાલ કેનેડાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન ફટાકારી દીધા છે. આ મેચમાં 19 વર્ષીય યુવરાજ સામરાએ 65 બોલમાં 110 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Published On - 12:40 pm, Tue, 17 February 26