AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: ક્રિકેટ જગતને મળ્યો બીજો ‘યુવરાજ’! 19 વર્ષના આ છોકરાએ મેદાનના ખૂણે-ખૂણે ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, કીવી ટીમ જોતી રહી ગઈ

ટી-20 વિશ્વકપ 2026માં ક્રિકેટ જગતને એક નવો સુપરસ્ટાર મળ્યો છે. કેનેડા પાસે પણ હવે પોતાનો 'યુવરાજ' છે, જેણે મેદાન પર સદીનું એવું વાવાઝોડું ફૂંક્યું કે, આખી ન્યુઝીલેન્ડની ટીમ જોતી રહી ગઈ.

ICC T20 WC Breaking News: ક્રિકેટ જગતને મળ્યો બીજો 'યુવરાજ'! 19 વર્ષના આ છોકરાએ મેદાનના ખૂણે-ખૂણે ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, કીવી ટીમ જોતી રહી ગઈ
Image Credit source: Cricinfo
| Updated on: Feb 17, 2026 | 1:36 PM
Share

ટી-20 વિશ્વકપ 2026ની 31મી મેચમાં કેનેડા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન યુવરાજે વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી છે. તેના ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયર અને વિશ્વકપની આ પ્રથમ સદી છે, જે તેણે માત્ર 58 બોલમાં પૂરી કરી હતી.

કેનેડાનો પ્રથમ બેટ્સમેન બન્યો

19 વર્ષીય યુવરાજ સામરા ટી-20 વિશ્વકપમાં સદી ફટકારનાર કેનેડાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેની આ ઈનિંગના દમ પર જ કેનેડાની ટીમ ન્યુઝીલેન્ડ સામે મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહી હતી.

કેપ્ટન સાથે 116 રનની ભાગીદારી કરી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમને સામરા અને કેપ્ટન દિલપ્રીત બાજવા (36)ની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 84 બોલમાં 116 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન સામરાએ 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ત્યારબાદ આક્રમક બેટિંગ કરતા તેને સદીમાં ફેરવી દીધી હતી. તેણે આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

સામરાનું અત્યાર સુધીનું પ્રદર્શન

સામરાએ વર્ષ 2025માં નામિબિયા ક્રિકેટ ટીમ સામે પોતાના ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 19 મેચોની 18 ઇનિંગ્સમાં 38થી વધુની સરેરાશ અને 161થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 550થી વધુ રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ જ મેચમાં જોવા મળ્યું છે.

કિવીને 174 રનનો ટાર્ગેટ આપ્યો

જણાવી દઈએ કે, હાલ કેનેડાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન ફટાકારી દીધા છે. આ મેચમાં 19 વર્ષીય યુવરાજ સામરાએ 65 બોલમાં 110 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પણ વાંચો: ICC T20 WC Breaking News: ઓસ્ટ્રેલિયાએ પોતાનું ‘બ્રહ્માસ્ત્ર’ બહાર કાઢ્યું… 59ની એવરેજથી રન ફટકારનાર બેટ્સમેન શું વર્લ્ડ કપમાં બદલશે ગેમ?

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">